સંતનું સમ્માન કરાશે:વિશ્વ પર્યાવરણ દિવસે પાટણમાં પદ્મ ભૂષણ સંત સ્વામી સચ્ચિદાનજીનું 11 હજાર વૃક્ષો વાવી પ્રાકૃતિક સમ્માન કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિરૂપતિ ઋષિવન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમ્માન કરવામાં આવશે

પદ્મ ભૂષણ સન્માનિત ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનજીનું ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 11000 ગ્રીન કમાન્ડો દ્વારા 11 હજાર વૃક્ષો વાવી પ્રાકૃતિક સન્માન કરાશે.

સમગ્ર વિશ્વમાં વૈચારિક ક્રાંતિ દ્વારા એક આગવી ઓળખ ધરાવતા પદ્મ ભૂષણથી સન્માનિત સંત સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું સમગ્ર ગુજરાતમાં સન્માન થઇ રહ્યું છે. ત્યારે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, રવિવારે સવારે 9.00 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 11000 ગ્રીન કમાન્ડો દ્વારા 11000 વૃક્ષો વાવી, 1100 બોટલ રક્તદાન, 1100 ગંગાસ્વરૂપ બહેનોને ધાબળા આપી સ્વામીજીનું સમગ્ર ગુજરાતના પર્યાવરણપ્રેમીઓ વતી પ્રાકૃતિક સન્માન કરાશે. એવું ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્યના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ એ છેલ્લા 12 વર્ષથી સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણાથી ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ તિરુપતિ અને અનેક પર્યાવરણવિદો દ્વારા પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવા સમગ્ર રાજ્યમાં પીપળવન , ઓક્સિજન પાર્ક, મિયાવાકી ફોરેસ્ટ, ચિપકો આંદોલન, ખેડૂતોના શેઢે વૃક્ષો વવડાવી પશુપાલન સાથે વૃક્ષપાલન વગેરે જેવા કાર્યો કરી લોકજાગૃતિનું અનેક સંસ્થાઓ અને હજારો પર્યાવરણપ્રેમીઓને સાથે લઇ મોટાપાયે કાર્ય કરી રહી છે.

સ્ટેટ કમિટીની મિટિંગમાં જીતુભાઇ અને નિલેશ રાજગોર દ્વારા સમગ્ર ગુજરાતના ગ્રીન કમાન્ડો, પર્યાવારપ્રેમીઓ, સંસ્થાઓ અને સ્વામીજીના ચાહકોને સવારે 8.30 કલાકે તિરૂપતિ ઋષિવન દેરોલ, વિજાપુર પાસે ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...