તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરસતા:ગુરુવારે ગ્રામ્ય વિસ્તારમાં 6288 અને શહેરી વિસ્તારમાં 1738 લોકો કોરોનાની રસી લીધી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાના શહેરી વિસ્તારમાં રસીકરણ ઓછું નોંધાયું

જિલ્લામાં 22 જૂને 10447 લોકોએ રસી લીધી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 8780 અને શહેરી વિસ્તારમાં 1667 લોકોએ રસી લીધી હતી. 23 જૂને રસીકરણ ઘટીને 6283 થયું હતુ. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 4841 અને શહેરી વિસ્તારમાં 1442 લોકોએ રસી લીધી હતી. ગુરુવારે સાંજે 5:00 સુધીમાં 8026 લોકોએ રસી લીધી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 6288 અને શહેરી વિસ્તારમાં 1738 લોકો રસી લીધી હતી. આમ ગ્રામ્ય કરતા શહેરી વિસ્તારમાં રસીકરણ ઓછું થઈ રહ્યું છે. પાટણ શહેરમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ રસીકરણ શરૂ કરાયું છે.

ગુરુવારે પી કે કોટાવાલા કોલેજ ખાતે 106, માર્કેટયાર્ડ ખાતે 73, એમ આર કે કંપની ખાતે 170 લોકોએ રસી દીધી હતી. આ ઉપરાંત વોર્ડ નંબર ચારમાં ત્રણ મતદાન મથકો શિશુ મંદિર પ્રા શાળા, છબીલા ચોક, દામાજીરાવ બાગ આંગણવાડી કેન્દ્ર નંબર 18 અને યજુર્વેદી બ્રાહ્મણની વાડી ખાતે રસીકરણ થયું હતું. પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. પરમારે જણાવ્યું હતું કે શહેરમાં રસીકરણ વધારવા માટે હવે બગવાડા સહિતના જાહેર સ્થળો પર ડોમ ઉભા કરીને રસીકરણ શરૂ કરવા માટેનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...