કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોના વિદાય લેવાની અણીએ, આજે માત્ર એક કેસ નોંધાયો

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બુધવારે 2 કેસ નોંધાયા હતા

પાટણ જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે રવિવારે અને સોમવારે એક પણ કેસ આવ્યો નહતો. જ્યારે મંગળવારે 2 અને બુધવારે 2 કેસ નોંધાયા હતા. તો આજે સિદ્ધપુર શહેરની ઘનશ્યામ નગર સોસાયટીમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરમાં તા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 4611 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 4596 દર્દીઓ સાજા થયા છે. 14 હોમ આઈશોલેશન છે. જ્યારે 1186લોકોના કોરોનાનાં ટેસ્ટ પેન્ડીગ હોવાની સાથે ત્રીજી લહેરમા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...