• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Third Day Of The Campaign For Immunization Of Adolescents In Patan District, 23% Vaccination Was Achieved Against The Target.

કિશોર વેક્સિનેશનનો ત્રીજો દિવસ:પાટણ જિલ્લામાં કિશોરોના રસીકરણના મહાઅભિયાનના ત્રીજા દિવસે લક્ષ્યાંકની સામે 23 ટકા રસીકરણ થયું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 41 હજાર 270 કિશોરોને રસી આપવાના ટાર્ગેટ સામે 9 હજાર 398 કિશોરોને રસી અપાઇ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શરૂ થયેલા 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના રસીકરણ મહાઅભિયાનના આજે બુધવારે ત્રીજા દિવસે પાટણ શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં મળી અંદાજિત 23% રસીકરણની કામગીરી થઇ છે.

જિલ્લાની તમામ શાળાઓમાં કુલ 41 હજાર 270 બાળકોને રસી આપવાના ટાર્ગેટ સામે ત્રીજા દિવસે 9 હજાર 398 બાળકોને રસી આપવામાં આવી છે. રસીકરણની કામગીરી પાટણ તાલુકામાં 8803 સામે 2 હજાર 862 બાળકોને, સિદ્ધપુરમાં 6440ની સામે 1647, રાધનપુરમાં 3957ની સામે 552, હારિજમાં 3428ની સામે 551, સરસ્વતીમાં 4396ની સામે 1247, ચાણસ્મામાં 2766ની સામે 1192, સાંતલપુરમાં 5067ની સામે 556, સમીમાં 4151ની સામે 272, અને શંખેશ્વરમાં 2283ની સામે 529 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લાની શાળાઓમાં 4274, કોલેજમાં 214, આઈટીઆઈમાં 48 વિદ્યાથીઓ, જ્યારે નોન ગોઈંગમાં 4862 કિશોરો મળીને કુલ 9 હજાર 398 વિદ્યાર્થીઓને રસીકરણ કરી 23% ટકા રસીકરણ ત્રીજા દિવસે સાંજના 6-00 કલાક સુધીમાં કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...