પાટણના ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની મકરસંક્રાંતિ ના દિવસે પુણ્યતિથિ નિમિત્તે શનિવારે શહેરના બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજપૂત સમાજ દ્વારા પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો.
વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પાટણમાં ચાવડા વંશ, વાઘેલા વંશ અને સોલંકી વંશના અનેક રાજાઓએ શાસન કર્યું હતું. ત્યારે સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણની ધૂરા સંભાળી ત્યારથી તેમણે પાટણના સીમાડાઓ વધાર્યા હતા અને એ સમયે પાટણ એ ગુજરાતની રાજધાની હતી.
ઉત્તરાયણના દિવસે આ ચક્રવતી સમ્રાટનું નિધન થયું હોવાથી આજે શનીવારે મકરસંક્રાંતિ નાં પાવન પર્વ પ્રસંગે તેમની 880 મી પુણ્યતિથિ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ,ધરા સભ્ય ,જિલ્લા કલેકટર, પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરના આગેવાનોએ બગવાડા દરવાજા ખાતે સ્થાપિત કરાયેલી રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરી જય જય કાર સાથે તેમની યશોગાથા વાગોળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.