તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Occasion Of Patan MLA's Birthday, The Supporters Pushed The Chief Officer Who Came To Take Down The Greeting Banners In Bagwada Chowk.

વિવાદ:પાટણ ધારાસભ્યના જન્મદિન પ્રસંગે બગવાડા ચોકમાં લગાવાયેલા શુભેચ્છાના બેનરો ઉતારવા આવેલા ચીફ ઓફિસરને સમર્થકોએ ધક્કે ચડાવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ ધારાસભ્યે ઘટના સ્થળે આવી સમર્થકોને સમજાવી મામલો થાળે પાડ્યો
  • ચીફ ઓફિસર અન્ય રાજકીય પાર્ટીના દોરીસંચારથી ધારાસભ્યના બેનરો ઉતારવા આવતાં લોકોમાં ટીકા પાત્ર બન્યા

પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના શનિવારના રોજ જન્મ દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં તેઓના સમર્થકો દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યને જન્મદિનની શુભેચ્છા પાઠવતા બેનરો તેમજ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. જે હોડિગ્સો અને બેનરોના મામલે રાજકીય હાથો બનીને ધારાસભ્યના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો અને હોર્ડિંગ્સ ઉતારવા આવેલા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધારાસભ્યના સમર્થકોએ ધક્કે ચડાવ્યા હતા.

ચીફ ઓફિસરને ધારાસભ્યના સમર્થકો તેમજ પાટણ નગરપાલિકા વિપક્ષના નેતા ભરત ભાટીયા સહિતના કોંગ્રેસી આગેવાનોએ બેનર તેમજ હોડિગ્સો નહિ ઉતારવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજકીય હાથો બનેલા ચીફ ઓફિસર જીદ્દ પકડીને શહેરના બગવાડા દરવાજા પાસે લગાવેલા પાટણ ધારાસભ્ય ને જન્મદિવસની શુભેચ્છા આપતા હોર્ડિંગ્સને ઉતારવાનો હઠાગ્રહ પકડતા ઉશ્કેરાયેલા પાટણ ધારાસભ્યના સમર્થકોએ ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા હતા અને આક્રોશ સાથે બગવાડા દરવાજા નજીક લગાવેલ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનના બેનરો ને પ્રથમ ઉતારવા જણાવી ચિફ ઓફીસરને રાજકીય હાથો નહીં બનવા સૂચિત કર્યા હતા.

આ મામલે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ ને જાણ થતાં તેઓએ પણ બગવાડા દરવાજા ખાતે આવી ચિફ ઓફીસરને બોર્ડ ઉતારવા કોને આદેશ કર્યો છે તેનું નામ જણાવવા કહેતાં ચિફ ઓફિસરે ચુપકીદી સેવતા ધારાસભ્યનાં સમર્થકોમાં આક્રોશ જોવા મળતાં વાતાવરણ તંગ બનવા પામ્યું હતું, તો બનાવને પગલે કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં પાટણના ધારાસભ્ય એ પોતાનાં સમથૅકોને સમજાવી ચિફ ઓફિસરને સ્થળ પરથી રવાના કરી મામલો થાળે પાડયો હતો.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે હોર્ડિંગ્સ મામલે ચીફ ઓફિસર તેમજ પાટણ ધારાસભ્યના સમર્થકો વચ્ચે થયેલી હુંસાતુસીનો મામલો જોવા માટે લોકોના ટોળા બગવાડા ચોકમાં એકત્રિત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પાટણ ધારાસભ્યના જન્મદિન પ્રસંગે લગાવાયેલા હોર્ડિંગ્સની અને બેનરો રાધણ છઠ્ઠની રજાના દિવસે પણ ચીફ ઓફિસર દ્વારા સમી સાંજે પાલિકાના સ્ટાફને લઈને બગવાડા દરવાજા ચોકમાં આવી પહોંચતા નગરજનોમાં ચીફ ઓફિસરની કામગીરી ટીકા પાત્રની સાથે સાથે ચિફ ઓફિસર રાજકીય દોરી સંચારથી કોંગ્રેસના ધારાસભ્યના જન્મદિન પ્રસંગે લગાવેલા બેનરો ઉતારવા આવ્યા હોવાની ચર્ચા શહેરીજનોમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચા માળીએ જણાવ્યું હતું કે, બગવાડા દરવાજા ખાતે નગરપાલિકાના માલિકીના હોર્ડીગ્સ ઉપર અગાઉ બીજી પાર્ટીનું બેનર લગાવવામાં આવેલુ હતું અને તે બેનર ઉપર ધારાસભ્ય કિરીટ પટેલનું બેનર લગાવવામાં આવતા તે બાબતે રજૂઆત મળતા અમે બેનર ઉતારવા માટે આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, જો ખાલી હોર્ડીગ્સ ઉપર બેનર લગાવવામાં આવ્યુ હોત તો કોઈ વિવાદ થયો ન હતો પરંતુ અગાઉથી કોઈ પાર્ટીનું બેનર લગાવ્યું હતું અને તેના ઉપર બીજી પાર્ટીનું બેનર લગાવવામાં આવતા વિવાદ થયો હતો, પરંતુ હવે નગરપાલિકાની માલિકીના જે પણ શહેરમાં હોર્ડીગ્સ લાગેલા છે તેમાં નગરપાલિકાની મંજૂરી વગર લગાવવામાં આવેલા તમામ બેનરો ઉતારી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...