દરેક ધર્મ અને તહેવારોની પરંપરા અનુસાર ઉજવણી કરતી પાટણની ધન્ય ધરા પર દર વષૅની જેમ ચાલું વર્ષે પણ હોળી ધુળેટી ના પર્વ નિમિત્તે મદારસા જિલ્લા યુવક મંડળ દ્વારા આયોજિત કરાતા ઈલાજીભાનો વરઘોડો ફાગણ સુદ પૂનમને તારીખ 7 માર્ચ ને મંગળવારના રોજ શહેરના મદારસા ચોક ખાતેથી રાત્રે 8:00 કલાકે નીકળશે.
પાટણ શહેરના મદારસા જિલ્લા યુવક મંડળ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર નીકળતા ઈલાજીભાનો વરઘોડો ના પાવન પૂર્વ પ્રસંગને લઈને તારીખ 5 માર્ચના રોજ મદારસા ચોક ખાતે રાત્રે 8:00 કલાકે આનંદના ગરબા, તારીખ 6 માર્ચ ને સોમવારે સવારે 10:30 કલાકે ગણેશ સ્થાપના, સાંજે 5 કલાકે માનતા બાધાથી જોખવાની વિધિ, રાત્રે 8:00 કલાકે પંચમ મ્યુઝિકના સથવારે દાંડિયારાસની રમઝટ, તારીખ 7 માર્ચને રાત્રે 8:00 કલાકે ઈલાજીભાનો વરઘોડો મદાશા ચોક ખાતેથી નીકળી શહેરના દોશીવટ બજાર, ગોળ શેરી, શારદા સિનેમા, સાલવી વાડા થઈને પરત મદારસા ચોકમાં પરત ફરશે.
ઈલાજીભાના વરઘોડા નિમિત્તે આયોજિત કરાયેલા આ ત્રિ દિવસીય ધાર્મિક પ્રસંગ નો લાભ લેવા પાટણ શહેરની ધર્મ પ્રેમી જનતાને મદારસા જિલ્લા યુવક મંડળ ના સેવાભાઈ સભ્યો અંકિત મોદી, મિતેશ મોદી, નયન મોદી , કૌશિક મોદી સહિતના સભ્યો એ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.