તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Occasion Of Eid In Patan, The Muslim Community Thanked The Doctors Fighting Against The Corona, The Police Health System.

ઇદની ઉજવણી:પાટણમાં ઇદ નિમિત્તે મુસ્લિમ સમાજે કોરોના સામે લડતા તબીબો , પોલીસ આરોગ્યતંત્રને આભાર માન્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની ઈદગાહ ખાતે મૌલવી અને ટ્રસ્ટીઓ સોશિયલ ડિસ્ટન્સ્સ સાથે નમાજ અદા કરી

પાટણ શહેર અને જિલ્લામાં આજે મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઇદુલ ફીત્ર ( રમજાન ઈદ )ની ઉજવણી કરવામાં આવી છે. શહેરની ઈદગાહ ખાતે મૌલવી અને ટ્રસ્ટીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાજ અદા કરી હતી. આ તકે મુસ્લિ સમાજે કોરોના સામે લડતા તબીબો, પોલીસ અને અન્ય કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો.

સતત બીજા વર્ષે કોવિડ -19 ની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની માર્ગદર્શિકા અનુસાર તેમજ મુસ્લિમ ધર્મગુરૂઓ તેમજ અગ્રણીઓની અપીલ મુજબ આ નમાઝ મુસ્લિમ બિરાદરોએ સામાજીક અંતર જાળવી પોતપોતાને ઘરમાં જ અદા કરી હતી. અને હાલમાં ચાલી રહેલી આ વૈશ્વિક મહામારીને પરમાત્મા અલ્લાહ તઆલા જલદી નષ્ટ કરી સમગ્ર માનવજાતને પુનઃ સુખરૂપ બનાવી મહામારીમાં બિમાર થયેલ તમામ વ્યક્તિઓને અલ્લાહ તઆલા પુનઃ સ્વાસ્થ પ્રાપ્ત કરે અને સમગ્ર દેશમાંથી આ મહામારી નાબુદ થાય તેવી અલ્લાહ તઆલાથી દુવા કરવામાં આવી હતી .

પાટણ ખાન સરોવર ખાતે આવેલ ઈદગાહ ખાતે શુક્રવારે સવારે સાડા સાત વાગે ટ્રસ્ટીઓ અને મૌલવીએ સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાજ અદા કરી હતી. તો મુસ્લીમ બિરાદરોએ પોતપોતાના ઘરેજ રમઝાન ઈદની નમાજ અદા કરી હતી. પાટણ જિલ્લામાં વિવિધ મસ્જિદોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

મૌલવી ઇમરાન શેખ એ જણાવ્યું હતું કે ઈદ એટલે અમારા માટે નો ખુશી નો દિવસ છે કોરોના મહામારીને લઈ દેશભરમાં કેટલા લોકોના મોત થયા છે જેનાકારણે કબ્રસ્તાન , સ્મશાનગૃહ ,હોસ્પિટલ ભરેલા પડ્યા છે. જેને લઈ ખુશી માનવી તો ખેર છે ત્યારે ઈદગાહ ખાતે સાદગીપૂર્ણ રીતે નમાજ અદા કરી અલા ને બદગી કરી હતી. સમગ્ર દેશ અને દુનિયામાંથી કોરોના નાબૂદ થાય એ માટે દુવા કરી આ કિરોના મહામારી મૃત્યુ પામેલ લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું હોસ્પિટલ ના દર્દીઓને જલ્દી સ્વસ્થ થાય તે માટે દુવા કરી છે.

અન્ય સમાચારો પણ છે...