• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Occasion Of Diwali In Patan, The Temple, The Private Complex Was Decorated With Lights, The Sisters Made A New Rangoli

દિવાળીની ઉજવણી:પાટણમાં દિવાળી પર્વને લઈને મંદિર, ખાનગી કોમલેક્ષને રોશનીથી શણગારવામાં આવ્યા, બહેનોએ અવનવી રંગોળી કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણુંજ ગામની બહેનો દ્વારા પ્રાચીન સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી દીપોત્સવ મનાવ્યો શહેરીજનો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યાં

પાટણ શહેરના રણુંજ ગામમાં તાજેતરમાં પ્રાચીન સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકો ગામ સાથે જોડાયેલા રહે તે હેતુથી બહેનો દ્વારા વિવિધ મંદિરોમાં રંગોળી કરાઈ હતી. તેમજ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગામનું સિકોતર માતાનું મંદિર, હરિહર મહાદેવનું મંદિર, રામજી મંદિર, મોગલ માતાના મંદિરમાં સામૂહિક કાર્ય દ્વારા રંગોળીનું આયોજન કરવામાં આવ્યું તેમજ 151 દીવડાઓ દ્વારા મંદિરને સુશોભિત કરાયું હતું.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવાળી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે શહેરમાં આવેલા દેવી દેવતાઓના મંદિરો, સરકારી ઈમારતો, ખાનગી કોમ્પલેક્ષ, સરકારી અને ખાનગી બેંકો, હોટલો, રેસ્ટોરન્ટને રોશની કરી શણગારવામાં આવ્યાં છે. જેને લઇને શહેરમાં દિવાળીની ઝાકમઝોળ જોવા મળી રહી છે. તો બીજી તરફ શહેરીજનો દિવાળીની વિવિધ પ્રકારની ખરીદીમાં વ્યસ્ત થયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે શહેરમાં લોકોની ભારે ભીડ જામી રહી છે.

અન્ય સમાચારો પણ છે...