• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Occasion Of Diwali Festival, Purchase Of Avanwa Kodia Has Started In The City, Prices From 5 Rupees To 500 Rupees.

કોડિયાનું ધૂમ વેચાણ:દિપાવલી પર્વને નિમિતે શહેરમાં અવનવા કોડિયા ખરીદી શરૂ, 5 રૂપિયાથી લઇને 500 સુધીના ભાવ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવો, તહેવારો અને પર્વોમાં કોઈને કોઈ વિશેષતા અને પરંપરા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. માનવજીવનનાં નીરાશાપી અંધકારને દુર કરી નવચેતનાનું સંચાર કરનાર ઉજાસનું પર્વ એટલે જ દિપાવલી.

દરેકના જીવનમાં અનેરો ઉત્સાહ, ઉમંગ અને ઉજાસ લઈને આવે છે. દિપાવલીના પાંચ પર્વમાં ઘરઆંગણનો ખુણેખુણો રોશનીથી ઝગમગી ઉઠે છે. આ મહાપર્વમાં ચોતરફ રોશની કરવા માટે પ્રાચીન સમયથી કોડીયાનું મહત્વ આજેપણ અકબંધ જોવા મળી રહ્યું છે.

આજના બદલાતા આધુનિક સમયમાં પ્રાચીન કોડીયાનું સ્થાન વિવિધ પ્રકારના કલાત્મક આકારના સુશોભીત કોડીયાઓએ લીધું છે. તો આજેપણ કેટલાક લોકો આ પર્વમાં સામાન્ય કોડીયામાં દિપ પ્રગટાવી રોશની અચુક કરે છે. દિપાવલી પર્વ હવે લોકોના આંગણે પહોંચી રહયુ છે ત્યારે પાટણ શહેરની બજારોમાં ઓતીયા પરીવારના કારીગરો વિવિધ પ્રકારના કલાત્મક કોડીયાને રંગરોગાન કરવામાં વ્યસ્ત જોવા મળી રહયા છે.માટીના રમકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ઓતીયા પરીવારોની દુકાનોમાં વિવિધ પ્રકારના કલાત્મક કોડીયા વેચાણ અર્થે જોવા મળી રહયા છે. ખાસ કરીને

આધુનિક યુગને અનુરુપ કોડીયાની અવનવી ડિઝાઈન ઉપરાંત કેન્ડલ, આકાર, ઝૂમ્મર કોડીયા, તુલસીકયારાના કોડીયા તેમજ લેમ્પ આકારના કોડીયા સહિત અન્ય ચીનાઈ માટીના વિવિધ આકારના કોડીયા બજારમાં આકર્ષણ જમાવી રહયા છે. આ કોડીયા 5 રુપિયાથી માંડીને રૂા.200 થી 500 ની કિંમતે વેચાઈ રહયા છે. તો દિપાવલી પર્વને ઉજવવા શહેરની બજારોમાં મહિલાઓ આ કલાત્મક કોડીયાની ખરીદી કરતે નજરે પડી રહી છે ત્યારે દિપાવલી પર્વને અનુલક્ષી શહેરમાં વિવિધ પ્રકારની પર્વને લગતી ખરીદી સહિત અન્ય ખરીદીનો ધમધમાટ શરુ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...