ચૈત્રી પૂનમના પવિત્ર પર્વને લઇ બહુચરાજી ખાતે માઁ બહુચરના સ્થાનકે જવા આજે શુક્રવારે વહેલી સવારથી જ પાટણ શહેરમાંથી વિવિધ વિસ્તારમાંથી માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના તાલે પદયાત્રા સંઘો "બોલ મારી બહુચર"ના જય જયકારના નારા સાથે પ્રસ્થાન થયા હતા. શહેરના ઝીણીપોળ, કસારવાડો, ભઠ્ઠીનોમાઢ, દ્વારકાધીશ મિત્ર મંડળ, છીડિયા સહીત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પદયાત્રા સંઘમાં જોડાયા હતા.
પદયાત્રિકોના ધમધમાટથી સમ્રગ વાતાવરણ ધર્મમય બન્યું હતું. અબાલ વૃદ્ધ સૌ કોઇએ માતાજીની માંડવી સાથે સંગીતના તાલે ઝૂમતા ઝૂમતા પાટણથી બહુચરાજી તરફ પ્રયાણ કર્યું હતું. સેવાભાવી કાર્યકરો દ્વારા પદયાત્રીઓને માર્ગમાં કોઇ પ્રકારની મુશ્કેલીઓ ઉભી ના થાય તે માટે સેવા કેમ્પો ઉભા કરી પદયાત્રીઓની સેવામાં કાર્યરત બન્યા હતા. ચૈત્રી પૂનમે માઁ બહુચરના દર્શન સાથે પોતાની બાધા માનતા પૂર્ણ કરી ભાવિકો ધન્ય બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.