ધાર્મિક પ્રસંગ:ભાદરવા સુદ દશમ નિમિત્તે પાટણમાં ભગવાન પદ્મનાભની જ્યોત સ્વરૂપે રવાડી નીકળી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાણી કિર્તન સાથે પ્રસ્થાન પામેલી રવાડી પદ્મવાડી ખાતે પરિભ્રમણ કરી પુનઃ નિજ મંદિર ખાતે સંપન્ન થઈ રવાડીના ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી

પાટણમાં ભાદરવા સુદ દશમના પવિત્ર દિવસે ભગવાન પદ્મનાભની જ્યોત સ્વરૂપે રવાડી નીકળી હતી. પ્રજાપતિ સ્વામી પરિવારના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભની સવંત 2077ને ભાદરવા સુદ દસમને ગુરુવારના રોજ સવારે આઠ કલાકે પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભગવાનની જયોત સ્વરૂપે રવાડી ભક્તિ સભર માહોલમાં નિકળી હતી.

શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભગવાનની વાણી કિર્તન સાથે પ્રસ્થાન પામેલી રવાડી પદ્મવાડી ખાતે પરિભ્રમણ કરી પુનઃ નિજ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ ધાર્મિક પ્રસંગે પાટણ પ્રજાપતિ સ્વામી પરિવાર સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી રવાડીના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...