દાદાનો મહિમા:પાટણમાં પરેવિયા વીરદાદાના મંદિર ખાતે આસો સુદ પાંચમની રાત્રે પલ્લી ભરાઈ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નજીક આવેલા પરેવિયા વીરદાદાના મંદિર ખાતે આસો સુદ પાંચમની મહેમદપુર ગામ ખાતેથી ઢોલ-નગારા તથા મસાલ સાથે દાદાની પલ્લી નીકળે છે અને સમસ્ત ગ્રામજનો આ પલ્લીમાં જોડાઈ પરેવિયા વીરદાદાના મંદિર ખાતે આવી દાદાના ચરણોમાં પલ્લી નેવેઘ અર્પણ કરવામાં આવે છે.

દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે
આ પલ્લીના દર્શન કરવા લોકો ક્યાં-ક્યાંથી આવીને દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આસો સુદ પાંચમના, નવરાત્રિના જે ઉપવાસ રહ્યા હોય છે. તે આજના દિવસે આવી દાદાના ચરણોમાં પારણા કરે છે અને ઉપવાસ છોડે છે. પરેવિયા વીરદાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે .

પલ્લીનો ખૂબ અનેરો મહિમા
હજારો ભક્તો આ પલ્લીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આ પલ્લીના દર્શનનો લાભ અનેરો હોય છે. લોકો ખૂબ જ શ્રદ્ધાથી આ પલ્લીની સાથે જોડાય છે અને વાજતે-ગાજતે મહેમદપુર ગામેથી આ પલ્લી જ્યારે આવે છે. ત્યારે એક અલગ જ પ્રકારનું ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. આ પલ્લીનો ખૂબ અનેરો મહિમા છે.

અન્ય સમાચારો પણ છે...