તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણના શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજયા

પાટણ23 દિવસ પહેલા
  • શિવજીને બિલીપત્ર ચડાવી દૂધ અને જળનો અભિષેક કરાયો
  • શિવ મંદિરો સહિત મલ્હાર બગલોગમાં 12 જ્યોતિલીગ દર્શનની આગી કરાઈ

પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોએ શિવજીની પૂજન અર્ચન કરી ભોળાનાથને રિઝવ્યાં હતા. ત્યારે શ્રાવણ માસમૈ છેલ્લા સોમવારે અને સોમવતી અમાવસે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં શિવભક્તોએ ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરોમાં વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો.

શિવભક્તોમાં અનેરો ઉત્સાહ
શિવજીનો પવિત્ર શ્રાવણ માસ તેમને પ્રિય એવા સોમવારથી શરૂ થયો હતો અને પુર્ણાહુતી પણ આજે સોમવારે થતા શિવ ભક્તોમાં અનેરો ઉત્સાવ જોવા મળ્યો હતો. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ, જાળેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, સહિતના શિવમંદિરોમાં શિવભક્તો વહેલી સવારથી જ ભગવાનને બિલિપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં હરહર ભોળાનાથ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુજયો હતો.
શિવજીને ચડાવાશે 1.25 લાખ બીલીપત્ર
શહેરના છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં સોમવારના રોજ શ્રાવણ માસના અંતિમ દિન નિમિત્તે એટલે કે સોમવતી અમાવસ્યાના દિને ભગવાનને મહામૃત્યુંજય મંત્ર ની અખંડ ધૂન સાથે સ્મશાનની અસલ ભસ્મની આરતી સાથે પવિત્ર શ્રાવણ માસને વિદાય આપવામાં આવશે.પાટણ શહેરના મલ્હાર બગલોગમાં 12 જ્યોતિલીગના દર્શનની આગી કરાઈ હતી. તેમજ 1.25 લાખ બીલીપત્ર શિવજીને ચડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...