સપ્તરાત્રિનો મેળો:અંતિમ દિવસે દર્શનાર્થે પધારેલા ભક્તો માટે ઓમ ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુદ્ધ ઘીમાંથી તૈયાર કરાયેલા 750 કિલો ગ્રામ મહાપ્રસાદનો ઉપસ્થિત ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી

છેલ્લા કેટલાક વર્ષોથી ઓમ ગ્રુપ પાટણ દ્વારા ભગવાન શ્રી પદ્મનાથજીના સપ્ત રાત્રી મેળાના અંતિમ દિવસે દર્શનાર્થે પધારતા ભક્તો માટે શુદ્ધ ઘી માંથી તૈયાર કરાતા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે .

ચાલુ સાલે પણ ભગવાન શ્રી પદ્મનાથજીના સપ્તરાત્રી મેળાના રવિવારના અંતિમ દિવસે વહેલી સવારથી શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે ઓમ ગ્રુપ દ્વારા શુદ્ધ ઘીમાંથી તૈયાર કરાયેલ 750 kg જેટલો મહાપ્રસાદ ભગવાન શ્રી પદમનાથજીના દર્શનાર્થે પધારેલા ભક્તજનોમાં પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યો હતો.

પાટણ પ્રજાપતિ સમાજના 22થી વધુ યુવાનો દ્વારા સ્થપાયેલા આ ઓમ ગ્રુપ દ્વારા સમાજના દરેક ધાર્મિક સામાજિક પ્રસંગોમાં તન મન અને ધનથી સહયોગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ભગવાન શ્રી પદ્મનાથજીના સપ્તરાત્રી મેળાના અંતિમ દિવસે કરાતી મહાપ્રસાદની સેવા સરાહનીય બની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...