ભગવાનનો મહાભિષેક:ધનુર માસ અને પૂનમના પવિત્ર દિવસે પાટણના જગદીશ મંદિર ખાતે ભગવાનનો મહાભિષેક કરાયો

પાટણ24 દિવસ પહેલા

પાટણ શહેરના પ્રસિદ્ધ શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે પૂનમ અને ધનુર માસને શુક્રવારના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજીનો મહા અભિષેક - પ્રસાદનું આયોજન ભક્તિસભર માહોલમાં કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીના મહા અભિષેકનાં યજમાન પદનો લ્હાવો જગદીશ મંદિર નાં પુજારી પરિવારના ભારતીબેન કનુભાઈ શુક્લ સહિતના ટ્રસ્ટીઓ અને પાટણના પ્રબુધ્ધ નગરજનો એ લીધો હતો.ભગવાન જગન્નાથજી નાં મહા અભિષેક ની વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પાટણના દિપકભાઈ વ્યાસ સહિતના ભુદેવો દ્વારા કરવામાં આવી હતી.

ભગવાન જગન્નાથના મંદિર પરિસર ખાતે આયોજિત આ મહા અભિષેક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,પૂવૅ પાલિકા પ્રમુખ હેમંત તન્ના સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જગદીશ મંદિર ખાતે આયોજિત આ મહા અભિષેક - પ્રસાદ નાં ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ, પ્રવિણભાઇ બારોટ, કાંતિભાઈ પટેલ, અશોકભાઈ મોદી સહિત બક્ષીપંચ નાં ભક્તો દ્વારા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...