તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નગરપાલિકાની ચૂંટણી માટે પ્રથમ દિવસે પાટણમાં 268 અને સિદ્ધપુરમાં 139 ઉમેદવારોએ ફોર્મ લીધાં

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાટણમાં પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ લેવા કોંગ્રેસના વિપક્ષના નેતા સહિત 5 કોપોરેટર એકસાથે આવ્યા હતા. - Divya Bhaskar
પાટણમાં પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ લેવા કોંગ્રેસના વિપક્ષના નેતા સહિત 5 કોપોરેટર એકસાથે આવ્યા હતા.
 • પાટણ જિલ્લા પંચાયતની ગોચનાદ બેઠક પર પ્રથમ દિવસે જ કોંગ્રેસમાંથી ઉમેદવારે ફોર્મ લીધું
 • જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 53 અને તાલુકા પંચાયત માટે 113 ઉમેદવારોએ ફોર્મ મેળવ્યાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ આપવા અને ભરવા માટેની અવધિ સોમવારથી શરૂ થતા પ્રથમ દિવસે ઉમેદવારોનો ભારે ધસારો રહ્યો હતો. જેમાં પાટણ નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો માટેના કુલ મળીને 566 ફોર્મ લઈ જવાયા હતા. દરમિયાન પ્રથમ દિવસે સમી તાલુકાના ગોચનાદ જિલ્લા પંચાયત બેઠક માટે પ્રથમ અને એક માત્ર ઉમેદવારી ફોર્મ લીધું હતું .ચૂંટણીઓ નજીક આવતા તાલુકા જિલ્લા મથકોએ ઉમેદવારી ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવા માટે દાવેદારો અને ઉમેદવારો દ્વારા દસ્તાવેજ નોંધણી ટેબલ પર ધસારો રહ્યો હતો.

જેમને ટિકિટ મળવાની કોઈ ખાતરી નથી કે કોઈ અણસાર ન હોવા છતાં અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પુરેપુરુ માર્ગદર્શન આપવા માટે અનુભવી વકીલો અને વેન્ડરને કામગીરી સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોમવારે ઉમેદવારી ફોર્મ મળવાની શરૂઆત થઇ હતી. જેમાં પાટણ 268 અને સિદ્ધપુર પાલિકા માટે 139 ફોર્મ લઈ જવાયા હતા. જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 42 ફોર્મ લઈ જ્યારે નવ તાલુકા પંચાયતો માટે 113 ફોર્મ લઇ જવાયા હતા.

પૂર્વ વિપક્ષ નેતા 6 કોર્પોરેટરો સાથે આવ્યા
પાટણમાં પ્રથમ દિવસે જ પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ભરત ભાટિયા સાથે 6 પૂર્વ કોર્પોરેટરો એક સાથે ફોર્મ લેવા માટે આવ્યા હતા. ભાજપ સભ્યો તેમજ 11 વોર્ડમાંથી ઉત્સુક ઉમેદવારોનો દિવસ દરમ્યાન ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. જેમાં સાંજ સુધીમાં 258 ફોર્મ વિતરણ થયા હતા.

લીધેલાં ફોર્મની વિગત

પાટણ જિલ્લા પંચાયત

53
નગરપાલિકા
પાટણ268
સિદ્ધપુર139
તાલુકા પંચાયત
પાટણ19
સિદ્ધપુર40
ચાણસ્મા15
હારીજ17
શંખેશ્વર2
સમી18
રાધનપુર15
સાંતલપુર57
સરસ્વતી15

​​​​​​​

ફોર્મ ભરવા પાંચ લોકો આવી શકશે
પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કોરોનાને લઇ ફોર્મ વિતરણ અને ભરવા માટે સરકાર અને કલેકટરની ગાઈડ લાઈન મુજબ સવારે 10:30 થી બપોર 3 વાગ્યા સુધી ફોર્મ વિતરણ થશે. ફોર્મ ભરવા માટે ઓફિસની 100 મીમી ત્રિજીયામાં સ્ટાફ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજીયાત માસ્ક પહેરી ઉમેદવાર સાથે 4 લોકો મળી 5 લોકો જ ફોર્મ ભરવા આવી શકે છે. તેમને પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. આ પ્રકિયા 5 માર્ચ સુધી ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસના સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર અપક્ષમાં ચૂંટણી લડશે
​​​​​​​પાટણ પાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર મુમતાઝબાનુ શેખ વોટર વર્કસ સમિતિના ચેરમેન પણ હતા. બીજા ટર્મ દરમ્યાન પક્ષ વિરોધી કાર્ય બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. હાલમાં તેઓ ભાજપ કે કોંગ્રેસ એકપણ પક્ષમાં ન હોઈ કોંગ્રેસ પણ તેમને ટિકિટ આપે તેમ ન હોવાના અણસાર આવી જતા તેઓ અપક્ષ ચૂંટણી લડશે. તેમને જણાવ્યું હતું કે હું કિન્નાખોરીનો ભોગ બની છું. અમે સાચા કોંગ્રેસી કાર્યકર છીએ. પક્ષ મને ટિકિટ આપે તો હું જીતીશ પરંતુ નહીં આપે તો હું વોર્ડ નંબર 10માં અપક્ષ ઉમેદવારી કરનાર છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો