• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The First Day Of The Campaign For Vaccination Of Children In Patan District, 28% Vaccination Was Carried Out Against The Target.

વેક્સિનેશન ઝુંબેશ:પાટણ જિલ્લામાં બાળકોના રસીકરણના મહાઅભિયાનના પ્રથમ દિવસે લક્ષાંકની સામે 28 ટકા વેક્સિનેશન થયું

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 81 હજાર 921 બાળકોને રસી આપવાના ટાર્ગેટ સામે પ્રથમ દિવસે 22 હજાર 608 બાળકોને રસી અપાઇ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારથી શરૂ થયેલા 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના રસીકરણ મહા અભિયાનના પ્રથમ દિવસે પાટણ શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ મળી અંદાજિત 28% રસીકરણની કામગીરી થઇ છે.

જિલ્લાની તમામ શાળાઓમાં કુલ 81 હજાર 921 બાળકોને રસી આપવાના ટાર્ગેટ સામે પ્રથમ દિવસે 22 હજાર 608 બાળકોને રસી આપવામાં આવી છે. સૌથી વધુ રસીકરણની કામગીરી પાટણમાં 20581 સામે 6 હજાર 252 બાળકોને, સિદ્ધપુરમાં 12404, સામે 2691, સરસ્વતીમાં 10445 સામે 4078, રાધનપુરમાં 8401 સામે 1916, સાંતલપુરમાં 7245ની સામે 1084, ચાણસ્મામાં 6814ની સામે 2737, સમીમાં 6363ની સામે 1689, હારિજમા 6154ની સામે 1281 અને શંખેશ્વરમા 3714ની સામે 880 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લાની શાળાઓમાં 12381 વિધાર્થી અને 8787 વિદ્યાર્થીનીઓ,અને કોલેજમાં 67 વિધાર્થી અને 42 વિધાર્થીનીઓ અને આઈટીઆઈમાં 427 વિધાર્થી અને 19 વિધાથીનીઓ, જ્યારે નોન ગોઈગ 304 વિધાર્થી અને 582 વિધાર્થીનીઓ મળી કુલ 22608 વિધાર્થીઓને રસીકરણ કરી 28% ટકા રસીકરણ પ્રથમ દિવસે સાંજના 6-00 કલાક સુધીમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...