ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ખુલતા જિલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં બાળકોની નહિવત્ હાજરી છે. તો ખાનગી નર્સરી અને કેજી (બાલવાડી)ની શાળાઓ બાળકોના આગમન અને કિલ્લોલથી જીવંત બની ઉઠી હતી. નર્સરી, બાલવાડી વિભાગમાં પહેલા દિવસે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. પ્રથમવાળ શાળામાં આવતાં ભૂલકાં વર્ગખંડમાં જવા કે બેસવા રાજી ન થતાં વાલીઓએ નાછુટકે વર્ગખંડમાં બેસી રહેવું પડ્યું હતું અને રડતા બાળકોને કલાકો સુધી સમજાવવાની મથામણ પણ કરવી પડી હતી. માયુસ ચહેરે નાછૂટકે બાળકો વર્ગખંડમાં બેસેલા જોવા મળ્યા હતા. બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવતાં કેટલાંક ભૂલકાં હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતા અને વેકેશનમાં માણેલી મજા શેર કરતા જોવા મળ્યા હતા.
બાળકોએ વાલીઓનો પીછો ન છોડ્યો
ઉનાળું વેકેશન બાદ સોમવારથી શહેરની માધ્યમિક અને જિલ્લાની પ્રાથમિક શાળાઓ,અને ખાનગી નર્સરી અને કેજી (બાલવાડી) સહિત માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ બાળકોના કિલ્લોલથી જીવંત બની હતી. મોટાં બાળકો તો ઠીક પણ પ્રથમવાર નર્સરી અને કેજી (બાલવાડી)માં જતાં ભૂલકાંના અનેક રંગ પ્રથમ દિવસે જોવા મળ્યા હતા. પ્રથમવાર શાળામાં આવતાં ભૂલકા રૂદન સાથે વાલીનો પીછો ન છોડતાં કલાકો સુધી સમજાવવા પડ્યાં હતાં. કેટલાક બાળકો છેવટે માયુસ ચહેરે વર્ગખંડમાં બેસી ગયાં હતાં.
ટલાંક ભૂલકા હર્ષોલ્લાસ સાથે બેઠા
શિક્ષિકાઓને પણ રડતાં બાળકોને સાચવવા મથામણ કરવી પડી હતી. બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવેલાં કેટલાંક ભૂલકાં હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતાં અને વેકેશનમાં માણેલી મજા શેર કરતાં પણ જોવા મળ્યાં હતાં.પ્રાથમિક અને માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી આચાર્ય દ્વારા સ્કૂલ ને લગતી સૂચના અપાઈ હતી. આગામી 23 થી 25 જૂન પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવાનું માટે નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં 896 પ્રાથમિક શિક્ષણ કાર્યનો પ્રારંભ
નવા શિક્ષણિક સત્રથી પાટણ જિલ્લામાં 896 પ્રાથમિક શાળાઓમાં 1.50 લાખ વિદ્યાર્થીઓ અને 196 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 55 હજાર બાળકોના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો.પરંતુ પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
એમ.એન. પ્રથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય વસંત પટેલએ જણાવ્યું હતું કે, આજે બાળકોનો પ્રથમ દિવસ હોવાના કારણે અમે બાળકોનું કુમકુમ તિલક, ફૂલોથી વધાવી સ્વાગત કર્યું હતું અને બાળકો ના મનોરંજન માટે ટોપી પહેરાવહી હતી. નવા વર્ષમાં કોઈ સંકટના આવે તે માટે મા સરસ્વતીને પ્રથના કરીએ છીએ.
એમ.એન. હાઈસ્કૂલના પ્રિન્સીપાલ નરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, આજે ધો 9,10 અને ધો12 શરૂ થયું છે. આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી વિદ્યાર્થીઓને સ્કૂલને લાગતી જરૂર ચુચનાઓ આપી છે. અને પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા પણ પાંખી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.