પ્રથમ દિવસે સાંજ સુધીમાં પાટણ જિલ્લામાં 4218 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. કલેકટર સુપ્રિતસિંગ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ પણ બુસ્ટર ડોઝ લીધો હતો.જિલ્લામાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર તેમજ 60 વર્ષથી વધુ ઉંમરનાને 380 કેન્દ્ર પર બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે 1719 હેલ્થ કેર વર્કર 651 ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના 1857 લોકો મળી કુલ 4281 એટલે કે 17 ટકા લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. બુસ્ટર ડોઝ લેવા માટે રસી કેન્દ્ર પર દિવસ દરમિયાન લોકોનો ઘસારો રહ્યો હતો.
નિવૃત શિક્ષક પાટણના ચંદ્રવદનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રસી લેવાથી તાવ આવે કળતર થાય તેવું સાંભળ્યું હતું જેના કારણે પ્રથમ ડોઝ માટે લેવા ગયા ત્યારે ડર અનુભવાતો હતો પરંતુ બુસ્ટર નિસ્ચીત થઇ લીધો છે. ડો.નરેશ દવેએ જાતે ડોઝ લીધો હતો.
તાલુકા પ્રમાણે બુસ્ટર ડોઝ | ||||
તાલુકો | હેલ્થકેર | ફ્રન્ટલાઈન | 60+ | કુલ |
ચાણસ્મા | 230 | 3 | 227 | 460 |
હારીજ | 139 | 95 | 63 | 297 |
પાટણ | 259 | 39 | 1017 | 1315 |
રાધનપુર | 118 | 40 | 15 | 173 |
સમી | 75 | 87 | 117 | 279 |
સાંતલપુર | 236 | 49 | 0 | 285 |
સરસ્વતી | 375 | 250 | 182 | 807 |
શંખેશ્વર | 90 | 15 | 0 | 105 |
સિધ્ધપુર | 188 | 73 | 236 | 497 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.