તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફલાઇન ભણતરનો ઉત્સાહ ઢીલો:પ્રથમ દિવસે જિલ્લામાં 53850 પૈકી 18698 બાળકો હાજર રહ્યા

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ જિલ્લામાં 10 મહિનાથી સુમસામ શાળાઓમાં ફરી બાળકોના સૂર ગૂંજ્યા
 • શિક્ષકોએ પુષ્પોથી બાળકોનું શાળામાં સ્વાગત કર્યું, હાથ સેનેટાઈઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે અભ્યાસ શરૂ

પાટણ જિલ્લામાં ગુરુવારથી સરકારની સૂચના બાદ સરકારી અને ખાનગી શાળાઓ શરૂ થતા વાલીઓની સમંતિ સાથે આવેલા બાળકોને શિક્ષકો દ્વારા પુષ્પો સાથે ભાવભર્યું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસ હોઈ જિલ્લામાં કુલ 53850 માંથી 18698 બાળકો શાળાએ આવ્યા હતા. શિક્ષકો દ્વારા લાંબા સમય બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી બાળકોને શિક્ષણકાર્ય કરાવી આનંદની અનુભિતી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

પાટણ જિલ્લામાં ધોરણ 6 થી 8 ની સરકારી 594 અને 121 ખાનગી શાળાઓમાં લોકડાઉન બાદ 10 મહિનાથી બાળકો વગર સુમસામ જોવા મળતી શાળાઓ ફરી શરૂ થતાં બાળકોનું શિક્ષકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને બાળકોને હાથ સૅનેટાઇઝર બાદ ફરજીયાત માસ્ક પહેરાવી બાદમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને વર્ગખંડોમાં બેસાય શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય કરાવામાં આવ્યું હતું.

શાળામાં આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગની સૂચના મુજબ ફરજીયાત વાલીઓની લેખિતમાં સમંતિ પત્ર બાદ જ બાળકોને શાળામાં શિક્ષકકાર્ય કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળામાં ધોરણ 1 થી 5 બાળકોને હાલમાં શિક્ષણકાર્ય બંધ હોઈ શાળાઓમાં સંખ્યા ઓછી હાજર રહેતા પ્રથમ દિવસે શાળાઓના વર્ગખંડો ખાલી રહેતા ખાલી ભાસી રહી હતી. શાળામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વાલીઓના સંમતિપત્રો સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

પ્રથમ દિવસે 30 ટકા સંખ્યા હાજર રહી
પાટણ જિલ્લામાં ઘો 6 થી 8 ની કુલ 715 શાળાઓમાં કુલ 53850 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે શાળાઓ શરૂ થતા પ્રથમ દિવસે શાળાઓમાં સમંતિ સાથે જિલ્લાની શાળાઓમાં કુલ 18698 બાળકો હાજર રહ્યા હતા. જેમની ઓનલાઇન હાજરી પુરાઈ હતી.પ્રથમ દિવસ હોઈ છતાં સારી સંખ્યા હાજર રહી છે. રાબેતા મુજબ શરૂ થતા હવે લોકોમાં કોરોનાનો ભય પણ ઘટ્યો છે.જેથી સંખ્યા વધશે.

હાલમાં જે બાળકો ઘરે રહેશે તેમને ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ હોય ઘરે જ શિક્ષણકાર્ય કરી શકશે. તેવું પ્રા. શિક્ષણાધિકારી બાબુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો