• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Day Of Dhanteras, Mataji Was Showered With Money At The Mahalakshmi Temple In Patan Market Yard. At The Temple Near The Three Doors, Mataji Was Made To Sit On A Silver Lotus

મા લક્ષ્મીની ભવ્ય આંગી:પાટણ માર્કેટયાર્ડમાં આવેલા મહાલક્ષ્મી મંદિરે ધનતેરસના દિવસે માતાજીની ધનવર્ષા કરતી આંગી કરાઈ

પાટણએક મહિનો પહેલા
માતાજીની ધનવર્ષા કરતી આંગી
  • ત્રણ દરવાજા પાસે આવેલા મંદિરે માતાજીને ચાંદીના કમલમાં બિરાજમાન કરતી આંગી કરાઈ
  • આંગીમાં કુલ 90 હજાર રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરાયો
  • કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને રંગબેરંગી ફૂલો સાથેની આંગી કરાઈ

પાટણ શહેરના માર્કેટયાર્ડમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસના દિવસે માતાજીની ધનલક્ષ્મી કરતી આંગી કરાઇ હતી. તો ત્રણ દરવાજા સ્થિત લક્ષ્મી માતાજીના મંદિરે લક્ષ્મી માતાજીને ચાંદીના કમલ પર બિરાજમાન કરતી આંગી કરવામાં આવી હતી. આજે મંગળવારે ધનતેરસના પવિત્ર દિવસે શહેરીજનોએ લક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે પાટણ શહેરમાં માર્કેટ યાર્ડમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં માતાજીની ધનવર્ષા કરતી મનોહર આંગી કરાઈ હતી. જેમાં રૂપિયા 1, 2, 5, 10, 50, 100, 200, 500 અને 2000ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંગીમાં કુલ 90 હજાર રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત મંદિર દર્શન માટે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે તેવું મંદિરના પૂજારી મહેન્દ્ર ભાઈ જણાવ્યું હતું.

આ જ રીતે શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા લક્ષ્મી માતાના મંદિરે ધનતેરસના શુભ દિવસે માતાજીને કમલ પર બિરાજમાન કરતી આંગી કરાઈ હતી. તેમજ ફૂલ અને કમળ ચઢાવી પૂજા કરવામાં આવી હતી. સવારે 4 વાગે માતાજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ધનની દેવી લક્ષ્મી માતાજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

માતાજીને કમલ પર બિરાજમાન કરતી આંગી
માતાજીને કમલ પર બિરાજમાન કરતી આંગી

આ સિવાય પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલા કાલિકા માતાજીના મંદિરે ધનતેરસ નિમિત્તે કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને રંગબેરંગી ફૂલો સાથેની નયનરમ્ય આંગી કરાઈ હતી, જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો.

કાલિકા માતાજીને રંગબેરંગી ફૂલો સાથેની નયનરમ્ય આંગી કરાઈ
કાલિકા માતાજીને રંગબેરંગી ફૂલો સાથેની નયનરમ્ય આંગી કરાઈ
અન્ય સમાચારો પણ છે...