તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોનું સન્માન:પાટણમાં શિક્ષકદિને જિલ્લા અને તાલુકા કક્ષાનાં 11 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાના 3 અને તાલુકાના 8 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે

5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. ત્યારે પાટણ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાના મળી કુલ 11 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરીને સન્માન કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાના 3 અને તાલુકાના 8 શિક્ષકોનો સમાવેશ થાય છે.

જિલ્લા કક્ષાના 3 શિક્ષકોની પસંદગી આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત માટે 3 શિક્ષકોની પસંદગી થઈ છે, જેમાં માધ્યમિક શિક્ષકની કેટેગરીમાં બી.એમ. હાઇસ્કુલ પાટણના ડો. બ્રિજેશ બી. દવે અને પ્રાથમિક શિક્ષક વિભાગમાં કુવારા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના બાબુ એન દેસાઈ તેમજ ગણેશપુરા પ્રાથમિક શાળાના કપિલ બી.શુક્લની પસંદગી કરાઈ છે.

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકની સાથે-સાથે તાલુકા કક્ષાના 8 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં પાટણ તાલુકામાંથી ભલગામા પ્રાથમિક શાળાના જગદીશ બી. ઓઝા, ઘીવટા પ્રાથમિક કન્યા શાળાના જયમાલાબેન એ. પંચાલ, હારીજ તાલુકાના ચાબખા પ્રાથમિક શાળાના રમેશચંદ્ર કે ઠક્કર, સાંતલપુર તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના ભરતકુમાર એમ. ચૌધરીની પસંદગી કરાઈ છે.

શિક્ષકદિને શિક્ષકોનું સન્માન આ ઉપરાંત રાધનપુર તાલુકાના જેપી કુમાર શાળાના રમેશચંદ્ર કે. અખાણી, સરકારપુરા પ્રાથમિક શાળાના રત્ના એમ. રાઠોડ, સિદ્ધપુર તાલુકાના દેથળી પ્રાથમિક શાળાના નિરમાબેન જે. પટેલ અને વનાસણ પ્રાથમિક શાળાના શીતલબેન એન. સોલંકીની પસંદગી થઈ છે. આ તમામ 11 શિક્ષકોને 5મી સપ્ટેમ્બરે શિક્ષકદિનના રોજ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...