અકસ્માતમાં ત્રણનાં મોત:રાધનપુર-ભાભર હાઈવે પર રિક્ષાની ઉપર ડમ્પર ફરી વળ્યું, હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો

પાટણ5 મહિનો પહેલા
  • અકસ્માતમાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો
  • અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર લોકોનાં ટોળા ઉમટી પડ્યા

પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઈવે પર મોડી સાંજે ડમ્પર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો હતો. રિક્ષામાં સવાર લોકો રાધનપુરના બંધવડ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાધનપુર-ભાભર હાઈવે પર બુધવારે સાંજે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષા પર જ ડમ્પરનું વ્હીલ ફરી વળતાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષામાં સવાર લોકો રાધનપુરના બંધવડ ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...