પાટણ જિલ્લાની પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા બેઠક પર ભરાયેલા કુલ 83 ઉમેદવારી ફોર્મની શુક્રવારે ચકાસણી કરી હતી. જેમાં 11 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા જ્યારે 72 ફોર્મ માન્ય રહ્યા હતા. પાટણ બેઠક પર કુલ 25 ફોર્મ ભરાયા હતા.જેની ચકાસણી કરાતા કોંગ્રેસના ડમી ઉમેદવાર ભરત ભાટીયા અને ભાજપના ડમી ઉમેદવાર સેજલબેન દેસાઈનું ફોર્મ રદ થયું હતું.
જ્યારે 23 ફોર્મ માન્ય રહ્યા હતા. સિદ્ધપુર બેઠક પર 20 ફોર્મ ભરાયા હતા. જેમાં અપક્ષ ઉમેદવાર આમીનભાઈ અબ્બાસભાઈ પોગળવાનું ફોર્મ તેઓ બીજા વિધાનસભા વિસ્તારના હોવા છતાં ઉતારો રજૂ કર્યો ન હોવાથી તેમનું ફોર્મ રદ થયું હતું. જ્યારે ભાજપના ડમી ઉમેદવાર નંદાજી ઠાકોરનું ફોર્મ રદ થયું હતું એટલે 18 ફોર્મ માન્ય રહ્યા હતા.
ચાણસ્મા બેઠક પર 14 ફોર્મ ભરાયા હતા. જેમાં કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરજ ઠાકોર અને ભાજપના ડમી ઉમેદવાર રાજેન્દ્ર પટેલનું ફોર્મ રદ થયું હતું જ્યારે અપક્ષ ઉમેદવાર શિવાનંદજી સરસ્વતીનું ફોર્મ રદ થયું હતું તેમના ટીકીદારો બીજી વિધાનસભા વિસ્તારના હોવાથી તેમનું ફોર્મ રદ થયું હતું.11 ફોર્મ માન્ય રહ્યા હતા. રાધનપુર બેઠક પર 24 ફોર્મ ભરાયા હતા.જેમાં ભાજપના ડમી ઉમેદવાર ભરતભાઈ ચૌધરી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર ભૌમિકભાઈ દેસાઈના બે ફોર્મ રદ થયા હતા જ્યારે બસપાના ઉમેદવાર સુરેશભાઈ પરમારનું ફોર્મ પણ રદ થયું હતું.20 ફોર્મ માન્ય રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.