તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલ ચલે હમ:પાટણ જિલ્લામાં આજથી ધો-12ના વિદ્યાર્થીઓનો ઓફલાઇન અભ્યાસ શરુ, પ્રથમ દિવસે 25 ટકા વિદ્યાર્થીઓની ઓછી હાજરી

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના કાળના લાંબા સમય બાદ ગાઇડલાઇન સાથે ધોરણ-12ના વર્ગો શરૂ - Divya Bhaskar
કોરોના કાળના લાંબા સમય બાદ ગાઇડલાઇન સાથે ધોરણ-12ના વર્ગો શરૂ
  • વિદ્યાર્થીઓના હાથ સેનેટાઇઝ કરી અને માસ્ક સાથે પ્રવેશ આપવમાં આવ્યો
  • જિલ્લા જે સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો છે તે સ્કૂલો 28 જુલાઇ પછી શરૂ થશે

પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેરના 4 મહિના બાદ ધોરણ-12ના વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ શરુ થતા ગુરુવાર સવારથી વિદ્યાર્થીઓ સ્કૂલે આવી પહોંચ્યા હતા. પ્રથમ વિદ્યાર્થીઓ હાથ સેનેટાઇઝ કરી સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓ પણ મોઢા પર માસ્ક લગાવી કલાસરૂમમાં બેઠેલા જોવા મળ્યાં હતા. જોકે, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની 25 ટકા હાજરી ઓછી રહી હતી.

પાટણના સંડેર ગામની શ્રી સંડેર હાઈસ્કુલના પ્રિન્સીપાલ મનીષભાઈ પટેલ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં ધોરણ 12ના 50 વિદ્યાર્થીઓ છે. તેમાથી મોટા ભાગના વિદ્યાર્થીઓના વાલીઓના ઓફલાઇન ભણાવવા માટેના સંમતિ પત્ર આવી ગયા છે. આજથી વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વિદ્યાર્થીઓના હાથ સેનેટાઇઝ કરી માસ્ક સાથે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સવારે 7થી બપોરે 12.30 સુધી અભ્યાસ કરાવવામાં આવશે.

પ્રથમ દિવસે 25 ટકા વિદ્યાર્થીઓની ઓછી હાજરી
પ્રથમ દિવસે 25 ટકા વિદ્યાર્થીઓની ઓછી હાજરી

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની 25 ટકા હાજરી ઓછી
પાટણ શહેરની એક્સપીરીમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજભાઈએ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં ધો-10 અને ધો-12ના રિપીટર વિદ્યાર્થીઓની બે સેસનમાં પરીક્ષા ચાલુ થાય છે. એટલે અમારી સ્કૂલમાં શરૂ થશે નહીં. અમારી સ્કૂલ 28મી પરીક્ષા પત્યા બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. હાલમાં ઓનલાઈન શિક્ષણના ક્લાસ ચાલુ છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પાટણ એમ.એન. હાઈસ્કૂલના પ્રિન્સીપાલ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં ધો 10 અને ધો 12ની પરીક્ષા શરું થઈ રહી છે. એટલે અમારે 28 જુલાઈ બાદ ધો-12નું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...