પાટણ એસઓજી પોલીસ સ્ટાફ ગેસ્ટહાઉસોમાં મુસાફરોને રૂમ ભાડે આપતી વખતે પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોઇ જે જાહેરનામા અનુસંધાને સિદ્ધપુર પંથકમાં શનિવારે ગેસ્ટહાઉસ અને હોટલના ચેકિંગમાં હતા.
દરમિયાન સિદ્ધપુર વિસ્તારમાં આવેલ ખળી ચાર રસ્તા પર આવેલ હોટેલ કેપ્ટાઉન ગેસ્ટહાઉસમાં ચેક કરતા કાઉન્ટર ઉપર પ્રકાશભાઈ રમેશભાઈ પટેલ રહે.બીલીયાને સદર પથિક સોફ્ટવેરમાં ગ્રાહક નોંધણી બાબતે પૂછતા તેઓની પાસે હાલમા કોમ્યુટરના હોવાથી આ પ્રકારની કોઈ નોંધણી કરતા ના હોવાનું જણાવ્યું અને તેઓને જાહેરનામા બાબતે પૂછતા તેઓ જાહેરનામા વિષે જાણતા હોવા છતા તેઓએ પથિક સોફટવેરનો ઉપયોગ કરેલ નથી અને ગ્રાહકોની નોંધણી પણ કરવામાં આવી નથી. આ અંગે એસઓજી પોલીસે સિદ્ધપુર પોલીસ મથકે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી એએસઆઇ વિનુભાઇ ઇશ્વરભાઇ દેસાઇ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.