રાજીનામાં:યુનિવર્સિટીમાં ભરતી થયેલા 42માંથી 15 જુનિયર ક્લાર્કે રાજીનામાં આપ્યાં

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ પદની ભરતીમાં પસંદગી થતાં નોકરી છોડી દીધી
  • ​​​​​​​બેથી 6 મહિનાનાના સમયગાળામાં રાજીનામાં આપ્યાં

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પસંદગી પામેલા 42 જુનિયર ક્લાર્કને નિમણૂક આપવામાં આવી હતી. ફરજમાં પણ જોડાયા હતા પરંતુ તે પૈકી 15 ઉમેદવારો અન્ય ભરતીમાં ઉચ્ચ પદની જગ્યા માટે પસંદગી પામતાં યુનિવર્સિટીમાંથી રાજીનામું આપતા ફરી ક્લાર્કની જગ્યાઓ ખાલી પડી રહેતા મહેકમ ખૂટી પડ્યું છે.

યુનિવર્સિટી દ્વારા બે વર્ષ ભરતી પરીક્ષાની પ્રક્રિયા અનેક વિવાદો બાદ પૂર્ણ કરી સરકારની મંજૂરી મેળવી 42 જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી અને આ કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટીમાં નિમણુક પણ લઈ લેવામાં આવી હતી.

પરંતુ નિમણૂક થયા બાદ 2 થી 6 માસના ગાળામાં જ તે પૈકી 15 જુનિયર ક્લાર્ક એક બાદ એક અન્ય ભરતીઓમાં પસંદગી પામતા ઉચ્ચા ગ્રેડ પે ,અને વધુ સારી નોકરીની તક મળતા યુનિમાંથી જુનિયર ક્લાર્કમાંથી રાજીનામુ આપી ફરજ મુક્તિ લઈ અન્ય જગ્યાએ ફરજમાં જોડાયા છે. ત્યારે યુનિ દ્વારા કરવામાં આવેલ મહેકમ પ્રમાણે ભરતીમાં ફરી 15 જેટલા કર્મીઓ નોકરીમાંથી રાજીનામુ મૂકી રવાના થઈ જતા જગ્યાઓ ખાલી પડી છે.

અન્ય સમાચારો પણ છે...