લાઇસન્સ સસ્પેન્ડ:બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરતા જિલ્લાના 77 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કારણદર્શક નોટિસ આપી સુનાવણી હાથ ધરાશે
  • 50 ટકા લાયસન્સ ફેટલ અકસ્માત કરનાર, ઉપરાંત કેફીપીણાનું સેવન કરી તેમજ ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા

વાહન ચાલકોના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની ઘટનામાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં 77 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. જેમાં 50 ટકા લાયસન્સ ફેટલ અકસ્માત કરનાર વાહન ચાલકોના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉપરાંત કેફીપીણાનું સેવન કરી ડ્રાઇવિંગ કરનારા તેમજ ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા 2 વર્ષમાં પાટણ જિલ્લામાં અકસ્માતમાં 237 લોકોના મૃત્યુ અને 314 લોકોને ઇજા થઈ છે. ત્યારે છેલ્લા 1 વર્ષમાં એટલે કે 2022માં 77 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ RTO દ્વારા સસ્પેન્ડ કરાયા છેે.
ત્રણથી છ માસ સુધી લાયસન્સ સસ્પેન્ડ
આ અંગે આરટીઓ અધિકારી જે.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે મોટાભાગના કિસ્સાઓમાં ત્રણ માસથી છ માસ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. જેમાં ખાસ કરીને મોટર વાહન અધિનિયમ 1988નો ભંગ કરનાર વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. જે વાહન ચાલકનું લાયસન્સ જેટલા સમયે માટે સસ્પેન્ડ કર્યું છે તે સમયગાળા દરમિયાન તે ડ્રાઇવિંગ કરી શકતો નથી. સસ્પેન્ડ કર્યા બાદ વાહન ચાલકને તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરાયાનો હુકમ પણ આપવામાં આવે છે. સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ તે અરજી કરીને લાયસન્સ પરત મેળવી શકે છે. વાહન ચાલકો દ્વારા નિયમોનો ભંગ કરાશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ પણ થઈ શકે છે. લાયસન્સ સસ્પેન્ડ કરવા પોલીસની ભલામણ આધારે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવા બદલ વાહન ચાલકને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નોટિસ આપી તેની રજૂઆત સાંભળવામાં આવે છે તેમાં તે નિર્દોષ છે તેવું પ્રસ્થાપિત ન કરી શકે તો તેનું લાઇસન્સ સસ્પેન્ડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...