ગમ્મત સાથે જ્ઞાન:મિત્ર પાસેથી રંગબેરંગી છત્રીઓનું દાન મેળવી તેના પર શૈક્ષણિક માહિતી અંકિત કરી બાળકોને વિતરણ કરી

પાટણ20 દિવસ પહેલાલેખક: જનક રાવલ
  • કૉપી લિંક
  • બાલિસણાના વતની હરિનગર શાળાના આચાર્યનું પ્રેરક કાર્ય

પાટણ જિલ્લાના બાલિસણા ગામના વતની અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની હરીનગર પ્રાથમિક શાળાના આચાર્ય નિલમભાઈ ચિમનભાઈ પટેલ હંમેશ માટે નિત નવા શૈક્ષણિક નવતર પ્રયોગો કરવા માટે જાણીતા છે. અત્યારે ચોમાસાની સિઝનની અંદર બાળકો વરસાદથી ભીંજાઈ ન જાય એ માટે છત્રી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે નીલમભાઈ પટેલે તેમના એક પાસેથી સરસ મજાની રંગબેરંગી છત્રીઓનું દાન મેળવી દરેક 75 બાળકને એક એક છત્રી વિતરણ કરી છે.

તેમણે એક વાતચીતમાં જણાવ્યા મુજબ તેઓએ દરેક છત્રી ઉપર બનાસકાંઠા જિલ્લાના તાલુકા, ગુજરાતના રાજ્યના જિલ્લા, સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, સરવાળાની ક્રિયાઓ, બાદબાકીની ક્રિયાઓ, અંગ્રેજીના સ્પેલિંગો,સાતવારના નામ, મહીનાના નામ, જોડિયા શબ્દોનું પેઇન્ટિંગ કરી દરેક બાળકને એક -એક છત્રીની ભેટ આપી ગમ્મત સાથે જ્ઞાન પિરસવાનુ નવતર કાર્ય કર્યું છે.જેથી કરીને આ બાળકો વરસાદની મૌસમમાં છત્રીની મજા સાથે અભ્યાસ પણ સારી ઉત્સાહથી કરી રહ્યા છે.તેમના દરેક કાર્યમાં સાથી શિક્ષકો જિજ્ઞેશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ પણ અનેરું યોગદાન આપે છે.

છત્રી માટે રૂ.10,000 દાન તેમના ભાઈ નિલમભાઈ રેવાભાઈ પટેલ એ આપ્યું હતું તેમ નિલમભાઈએ કહયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ શૈક્ષણિક ઝબ્બો તૈયાર કરાવ્યો હતો અને તેના દ્વારા બાળકોને મનોરંજન સાથે શિક્ષણ મળે તેવો પ્રયોગ કર્યો હતો જેને શિક્ષણ ઉચ્ચસ્તરીય ઈનોવેટીવ પુરસ્કાર સન્માન મળ્યો હતો. તેઓથી પ્રેરિત થઈ વ્યસન મુક્તિ માટે કામ કરતા આરોગ્ય કર્મચારી નરેશભાઈ પટેલે પણ તેવો ઝબ્બો તૈયાર કરાવ્યો હતો. નીલમભાઈ એ હવે છત્રી નો ઈનોવેટીવ આઈડિયા અપનાવ્યો છે.આ અગાઉ એક એક ગણવેશ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...