પાટણ શહેરના હાઈવે પર નવજીવન ચોકડી નજીક ચાલી રહેલા ફ્લાય ઓવરબ્રિજની કામગીરીમાં ભૂગર્ભ ગટરનું પાણી ભરાઈ જવાના કારણે માર્ગ-મકાન વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ આપી હતી. જો કે, સ્થળ ઉપર લાઈન બદલી ચેમ્બર પૂરી દેવાઈ છેું.શહેરમાં વર્ષ 2020થી હાઈવે ઉપર ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેમાં યુટીલીટી લાઈનો ખસેડવા માટે કાર્યવાહી કરી હતી. પરંતુ તાજેતરમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરનું પાણી ઉભરાતા કામગીરી અસરગ્રસ્ત થઈ હતી જેને પગલે માર્ગ-મકાન વિભાગ દ્વારા નગરપાલિકાને પત્ર લખ્યો હતો
જેમાં ૨૦થી વધુ વખત જણાવવા છતાં ભૂગર્ભ ગટર લાઈન ખસેડાઈ ન હોવાથી ઉભરાવાના કારણે તકલીફ સર્જાતી હોવાની અને કામગીરી બંધ રાખવું પડે તેવી સ્થિતિ અંગે નારાજગી દર્શાવી હતી. પાલિકા ભૂગર્ભ ગટર શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ માર્ગ-મકાન વિભાગ દ્વારા જે પત્ર મળ્યો છે તે ઉચિત નથી. હાઈવે ઉપરની ભૂગર્ભ ગટર લાઈન બીજી લાઈન સાથે લિંક કરી દેવાઈ છે અને જે ચેમ્બર ખુલ્લી હતી તે પૂરી દેવાની હતી જેના માટે કોન્ટ્રાક્ટરને જણાવતા ચેમ્બર પૂરી દેવાતાં કોઈ પ્રશ્ન રહ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.