ટીબીમુક્ત ભારત માટે પહેલ:ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું, ડાયાબિટીસ અને HIV એઈડ્સ વિશે પણ માર્ગદર્શન અપાયું

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીબીમુકત ભારત અભિયાન અંતર્ગત નેશનલ ટીબી એલીનિમેશન પ્રોગ્રામ તથા આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા સિદ્ધપુર તાલુકાના તમામ દર્દીઓ માટે 86 પોષણયુકત આહાર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉ.રેખાબેન નાયક, તાલુકા હેલ્થ ઓફિસર, આરોગ્ય કર્મચારી તથા એનટીઈપી સ્ટાફ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું.

કીટના મુખ્ય દાતા ભાવેશ બારોટ (પ્રમુખ આરોગ્ય કર્મચારી સંઘ), પ્રિયાંક મકવાણા, ગોવિંદ રાજપૂત, રેખાબેન કેલા (આરએમઓ), રજનીકાંત દરજી (એ.એચ.એ.જનરલ હોસ્પિટલ) તથા આરોગ્ય કર્મચારીનો સહયોગ મળ્યો હતો. ડૉ.રેખાબેન નાયક દ્વારા તમામ દર્દીઓને ટીબી વિશે નિદાન, સારવાર અંગે તથા દવાની સાથે પોષણયુકત આહાર પણ લેવો જોઇએ તેની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. ગિરીશ વાણિયા દ્વારા તમામ દર્દીઓને ડાયાબિટીસ અને HIV એઈડ્સ વિશે માહિતી આપવામા આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવામા વિજય પટેલ, તાલુકા ટીબી સુપરવાઇઝર (એસ.ટી.એસ.), ભરત પરમાર તથા તમામ હેલ્થ સુપરવાઇઝરનો તથા સિદ્ધપુર આરોગ્ય સ્ટાફ તમામનો તથા દર્દીઓનો સહકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...