દર્દીઓનો ઘસારો:પાટણ સિવિલમાં આંખના દર્દીઓની સંખ્યા વધી, ઓપરેશન માટે એક સપ્તાહથી 15 દિવસ સુધીનું વેઇટિંગ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના દર્દીઓનો આંખના ઓપરેશન માટે સતત ઘસારો

પાટણ સિવિલ હોસ્પિટલમાં આંખના દર્દીઓનો ઘસારો વધતા દર્દીઓને ઓપરેશન માટે તારીખ આપવામાં આવી રહી છે. ઈમરજન્સી સિવાયના દર્દીઓને અંદાજે એક સપ્તાહથી 15 દિવસ સુધીનો દર્દીઓને સમય આપવામાં આવે છે.

આંખના ઓપરેશનો માટે સિવિલમાં દર્દીઓનો ધસારો વધ્યો
પાટણ શહેરમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થતાં સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ સર્જીકલ તમામ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે. જેથી મોટા ભાગે શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી આંખના ઓપરેશનો માટે સિવિલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. જેમાં ખાસ કરીને મોતિયા અને આંખોનીબીમારીના ઓપરેશન માટે વધુ દર્દીઓ વહેલી સવારથી જ હોસ્પિટલમાં આવી પહોંચતા દર્દીઓ વચ્ચે સંક્રમણ ના ફેલાય માટે એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન સાથે દર્દીઓને બેસાડવામાં આવી રહ્યાં છે.

અડધો દિવસ માટે હોસ્પિટલ શરૂ રહેતા 20થી વધુ દર્દીઓ આંખના ચેકિંગ માટે આવ્યા
ત્યારે શનિવારે પણ અડધો દિવસ માટે હોસ્પિટલ શરુ રહેતા 20થી વધુ દર્દીઓ પોતાના આંખના ચેકિંગ માટે આવ્યા હતા. આ તમામ દર્દીઓ લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ક્રમ અનુસાર બેસાડવામાં આવ્યા હતા. તેવું આંખના સર્જન ભરતભાઈ ડાભીએ જણાવ્યું હતુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો રહેતા ડોક્ટર દ્વારા એક સાથે દર્દીઓના ઓપરેશન થઇ શકતા નથી. જેમાં દર્દીઓને ઓપરેશન માટે અલગ-અલગ સમયના અને અલગ-અલગ દિવસના અપોઇમેન્ટ આપવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...