તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • NSUI Throws Bracelets At Chancellor, Protesting Against Alleged Irregularities In Paper Reassessment At Patan University

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:પાટણ યુનિ.માં પેપર રિએસેસમેન્ટની કથિત ગેરરીતિનો મામલો, NSUIએ કુલપતિ પર બંગડીઓ ફેંકી વિરોધ પ્રદર્શિત કર્યો

પાટણ2 મહિનો પહેલા
 • કુલપતિના રાજીનામાની માગ કરવામા આવી

પાટણ યુનિવર્સિટીમાં MBBSના ધારપુરના 3 છાત્રોને રિએસેસમેન્ટમાંરિખોટી રીતે પાસ કરવાના મામલાને લઇને શુક્રવાર સવાર વહીવટી ભવન ખાતે NSUIs નારાબાજી સાથે કુલપતિને ચેમ્બર પ્રવેશી વિરોધ કરવા લાગ્યા હતા. કુલપતિ ટેબલ ઉપર જોર જોરથી હાથ પછાડીને ઊચા અવાજે ગંભીર આક્ષેપ સાથે કુલપતિ ઉપર બંગડીઓ ફેકીને વિરોધ કર્યો હતો. અને કુલપતિના રાજીનામાની માગ કરી હતી.

યુનિવર્સિટીમાં MBBSના 3 છાત્રોને રિએસેસમેન્ટમાં ખોટી રીતે પાસ કરવાનો મામલો બહાર આવ્યો છે તેને પગલે પાટણ અને બનાસકાંઠા NSUIએ શુક્રવારે સવારે 11: 25 કલાકના અરસામાં નારાબાજી સાથે કુલપતિની ચેમ્બર ધસી આવ્યા હતા. ભારે આક્રોશ સાથે કુલપતિના રાજીનામાની માગ કરી હતી. કુલપતિ તેમજ વિદ્યાર્થી સંગઠન વચ્ચે ભારે સંવાદ સર્જાયો હતો. જેમાં રોષે ભરેલા વિદ્યાર્થીઓ તેમની ઉપર બંગડીઓ ફેકી વિરોધ કર્યો હતો. ત્યારે કુલપતિ તેમની ચેમ્બર છોડીને પાછલા દરવાજા બહાર નિકળવા જતા હતા તે વખતે વિદ્યાર્થીઓ દરવાજો બંધ કરીને વિરોધ કર્યો હતો.

NSUI સંગઠન પાટણ જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, બનાસકાંઠા NSUI પ્રમુખ ઇશ્વરભાઇ ડામોર , જમીન પટેલ, નિખીલ પટેલ, જયેશ ચૌધરી, દિનેશ ચૌધરી સહિત 20 વધુ NSUIના કાર્યકરો હાજર રહ્યા હતા.

તપાસ રિપોર્ટ મામલે મારે કહેવુ નથી : કુલપતિ યુનિવર્સિટી કુલપતિ જે.જે.વોરા જણાવ્યુ હતુ કે જયારે પરિસ્થિતિ તપાસ અંદર હોય ત્યારે સંપૂર્ણ રીતે સર્વગ્રાહી તપાસ થાય તેવી રીતે કાર્યવાહી થશે ગઇ કાલે શંકાસ્પદ રજુઆત થઇ છે તેમા જે કોઇ સ્ટાફમાંથી હશે તે પરીણામ આવશે.ત્યારે આ મામલ મીડીયા કર્મચારીએ તપાસ રિપોર્ટ મામલ તમને જાણ નથી તેવ પ્રશ્ન કરતા જવાબ કુલપતિએ ખબર છે પણ મારે કહેવુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો