તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉગ્ર વિરોધ:ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિના રાજીનામાની માગ કરી NSUIએ કુલપતિ પર સાડી ફેંકી

પાટણ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • NSUIના કાર્યકર્તાઓએ આજે ફરીવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ રિએસેસમેન્ટ કૌભાંડને લઇને વિરોધ વધી રહ્યો છે. NSUI દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કુલપતિના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. આજે NSUI દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કુલપતિ પર સાડી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો અને રાજીનામાની માગ કરી હતી.

મો કાળુ કરી ગધેડા પર બેસાડી વિરોધ કરીશુ NSUIના કાર્યકર્તાઓ આજે ફરીવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને કુલપતિના રાજીનામાની માગ કરી હતી. આ અંગે NSUI પ્રમુખ દાદુજી ઠાકોરે જણાવ્યું હતું કે, જો રાજીનામું નહીં આપે તો મો કાળું કરીને ગધેડા પર બેસાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં એમીબીએસના રિએસેસમેન્ટ કૌભાંડ મામલે શિક્ષણ મંત્રી દ્વારા ગૃહ વિભાગના અધિક સચિવને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે કૌભાંડ અંગે એક સપ્તાહમાં તપાસ કરી કાર્યવાહી કરવાની સરકારની જાહેરાત કરાઈ હતી. પરંતુ બે સપ્તાહ પૂર્ણ થવા છતાં હજુ સચિવ તપાસ માટે યુનિવર્સીટીમાં આવવામાં વિલંબ થઇ રહ્યો છે જેને લઇ સરકાર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં 2018માં એમબીબીએસના 3 છાત્રોને રિએસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી નાપાસ માંથી પાસ કરવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ કથિત કૌભાંડમાં કુલપતિ સહીત અનેક મોટા નામો ચર્ચાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો