રજૂઆત:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એસ.સી મહિલા હોસ્ટેલમાં પાણીનીને લઇને NSUIએ કુલપતિને આવેદનપત્ર આપ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી મહિલા હોસ્ટેલમાં પીવાના પાણી સહિતની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં ન આવતા સોમવારના રોજ એન.એસ.યુ.આઈ.એ કુલપતિને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધા આપવાની માંગ કરી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી એસ.સી ગર્લ્સ હોસ્ટેલમાં પીવાનું પાણી પૂરતું ન આવતું હોવાની અને જો પાણી આવે તો તે ગંદુ આવતું હોવાની સમસ્યા તેમજ નાહવા ધોવા માટે ટાઇમ સર પાણી છોડવામાં આવતું નથી, પાણીની ટાંકીની સફાઈ કરવામાં આવતી નથી અને વધુમાં ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણી માટે ROમશીન હોવા છતાં તે મશીન બંધ હાલતમાં છે. જેના કારણે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓન બીમારીનો સામનો કરી રહી હતી.

આ રજૂઆત બાબતે પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ.એ આજરોજ કુલપતિ ડો .જે .જે. વોરાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમજ થોડા દિવસ અગાઉ B.ED અને M.EDની દીન દહાડે ચાલી રહેલ બેફામ ફીની ઉધરાણી, મેરીટ બહાર પડે તે પહેલાં જ B.ED અને M.EDની સીટો ભરી દેવામાં આવી હતી અને તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલી પરાગભાઇ ત્ર્યંબકલાલ પટેલ કોલેજમાં અપૂરતા સ્ટાફ, પ્રાયોગિક શિક્ષણ માટે અપૂરતા સાધનો અને લેબ પણ નથી તો મંજૂરી કઈ રીતે આપવામાં આવી? આ બાબતોને લઈને ફરિયાદ રૂપે રજૂઆત કરી હતી. તેના ભાગરૂપે આજે કુલપતિ સમક્ષ જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ કુલપતિ દ્વારા અત્યાર સુધી કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાટણ જિલ્લા NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો ટુંક જ સમયમાં આ તમામ કોલેજો વિરૂદ્ધ કોઈ પણ જાતની એક્શન લેવામાં નહિ આવે તો યુનિવર્સિટીને ઘેરવાનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી કુલપતિની રહેશે. આ પ્રસંગે એન.એસ.યુ.આઈ.ના જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...