પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો મુદ્દે વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવા વિદ્યાર્થી વેદના સંમેલન એનએસયુઆઇના નેજા હેઠળયુનિના કન્વેસન હોલ ખાતે યોજાયુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશના અગ્રણીઓએ ભારતીય જનતા પાર્ટીના રાજકારણ સામે પ્રતિકાર કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.
વિદ્યાર્થીઓને અપીલ
પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પાટણ જિલ્લા એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે વિદ્યાર્થી વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો ઇન્દ્રવીજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે તો અમારા ઘર ઉપર તિરંગો લટકાવીશું પણ પરંતુ તમારા RSSના હેડ કવોટર પહેલો તિરંગો લટકવો, નનાગપુરના RSSના કવોટર માં 100 વર્ષમાં પણ તિરંગો ફરકાવી શક્યા નથી. ત્યારે તિરંગાના નામે ખોટીખોટી વાહ વાહી મેળવી કે લોકોને ભ્રમિત કરવાનું દૂર કરવું જોઈએ. દરેક વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ વોટસઅપમાંના ડીપીમાં 15મી ઓગસ્ટ સુધી ત્રિરંગો રાખી ભારતીય જનતા પાર્ટીના જૂઠી રાષ્ટ્રી ભક્તિ સામે પ્રતિકાર કરવા અપીલ કરી હતી.
પેપર ફૂટ્યા છે પણ સરકારે કાર્યવાહી ન કરી
વધુમાં જણાવ્યું હતું કે, 2022માં ગુજરાત રાજ્યમાંથી આ રાવણરાજનો અંત નિશ્ચિત છે. તેમાં શંકા કે સ્થાન નથી. સમગ્ર ગુજરાતમાં આ રાવણરાજમાં સૌથી વધારે કોઈ સહન કરવાનું અને અનન્યનો સામનો કરવો પડ્યો હોય તો તે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીની વાત છે. વિદ્યાર્થીઓની વેદના ગણાવીએ આટલી ઓછી છે. શિક્ષણમાં ભ્રષ્ટાચાર, RSSના કાર્યાલયમાંથી નિમણૂક થયા કુલપતિઓ, તો ગુજરાતમાં 12 જેટલી પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે પણ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.
સરકારે શિક્ષણનું ખાનગી કરણ કર્યું
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીની વેદના છે. એટલે જ તમે બધા ઉપસ્થિત રહ્યા છો. રાજ્ય સરકારે શિક્ષણનું ખાનગી કરણ કર્યું છે. જેના કારણે શિક્ષિત વિદ્યાર્થીઓ બેકાર બન્યા છે. આગામી 2022ની ચૂંટણીમાં આવી રહી છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓની વેદના છે. તે વેદના આગામી ચૂંટણીમાં પાટણની ચેરિય બેઠકો જીતવા મદદ રૂપ થાવ. ત્યારબાદ મંચ ઉપર વિદ્યાર્થી વેદનાના બોક્સમાં દરેક વિદ્યાર્થીએ પોતાના પ્રશ્નોઅને વેદનાઓની હસ્તલીખીત પચીઓ જમા કરી હતી. આ પ્રસંગે ડો.ઇન્દ્રવિજય ગોહીલ, કીરીટ પટેલ, મહિપાલસિંહ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર દાદુજી ઠાકોર સહિત જિલ્લા એનએસયુઆઇના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.