તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • NSUI Has Submitted A Demand For The Resignation Of The Chancellor To Take The Exam Online. Counterfeit 2000 Notes Thrown Away

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:એનએસયુઆઈ દ્વારા કુલપતિના રાજીનામાની માંગ સાથે પરીક્ષા ઓનલાઈન લેવા રજૂઆત કરી કુલપતિ પર રૂ. 2000ની નકલી નોટો ફેંકાઈ

પાટણ11 દિવસ પહેલા
 • વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગેટ પાસે જવાબ લેવા બેસી રહ્યાં

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા દસ દિવસથી 2018 એમબીબીએસ રિ એસએસમેન્ટની ઉત્તરવહીનો મામલો ચાલી રહ્યો છે. આ મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. ત્યારે સરકાર દ્વારા અધિક સચિવ પંકજકુમારની રાહબારી હેઠળ તપાસ સોંપાઈ છે.

રૂપિયા ઉછાળી અમને પાસ કરો કરી સૂત્રોચ્ચાર કર્યા

બીજી બાજુ કુલપતિ જે.જે વોરાએ પ્રેસ બોલાવી તેમના પર થયેલા તમામ આક્ષેપોને રદીયો આપ્યો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક કોઈકના દોરીસંચાર હેઠળ યુનિવર્સિટીને બદનામ કરવા વિદ્યાર્થીઓને સાથે રાખીને જે દેખાવો હવે થઈ રહ્યાં છે તે યુનિવર્સિટીની છાપ બગાડે છે તેવું પ્રતિપાદિત થયું છે. આજે પણ એનએસયુઆઇ દ્વારા આવેદનપત્રમાં રાજીનામાની માંગ સાથે ઓનલાઈન એક્ઝામની રજૂઆતના ઓથા હેઠળ કુલપતિને રૂપિયા 2૦૦૦ની નકલી નોટો આપી સાંકેતિક વિરોધ કર્યો હતો. તથા અમને પાસ કરો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

તેમજ એનએસયુઆઇ દ્વારા ગેટમા પ્રવેશતા પોલીસે રોક્યા હતા. જેમાં એનએસયુઆઇ દ્વારા રામધૂન બોલાવી હતી. તથા થોડીવાર બાદ કુલપતિને મળ્યા હતા. અને રજુઆત કરી હતી. તથા ઓનલાઈન પરીક્ષા લેવા માટે રજૂઆત કરાઈ હતી. તથા સાંજ સુધી પરીક્ષા કેવી રીતે લેવી તે કહેવામાં આવશે. ત્યારે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગેટ પાસે જવાબ લેવા બેસી રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો