તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી રજૂઆત:યુનિવર્સિટીમાં એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડ મામલે એનએસયુઆઇ દ્વારા કુલપતિને આવેદન સાથે ઢીંગલી અર્પણ કરાઈ

પાટણ8 દિવસ પહેલા
  • એમબીબીએસ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ મામલાને રફેદફે કરવાના આક્ષેપ કરાયા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સર્જાયેલા એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડ મામલે મંદ બનેલી તપાસ અને બે-બે વખત મળેલી કારોબારી બેઠકમાં પણ આ કૌભાંડ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં કરીને આ સમગ્ર કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ થયો છે. જેમાં યુનિવર્સિટીમાં એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડ મામલે એનએસયુઆઇ દ્વારા કુલપતિને આવેદન સાથે ઢીંગલી અર્પણ કરાઈ છે.

કુલપતિ બાળક બુદ્ધિ ધરાવતા હોવાનો આક્રોશ
ગુરૂવારના રોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ પ્રમુખ દાદુસિંગ ઠાકોર સહિતના કાર્યકરો દ્વારા કુલપતિને આવેદનપત્ર અપાયું હતું. સાથે પ્લાસ્ટિકની ઢીંગલી અર્પણ કરી બાળક બુદ્ધિ ધરાવતા કુલપતિએ પોતાના પદ ઉપર બેસવાનો હક ન હોવાનું જણાવી બે લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને અન્યાય કરાઈ રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અગાઉ પણ કુલપતિને સાડી, બંગડી અર્પણ કરાઇ હતી
વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના એમબીબીએસ ઉત્તરવહી ગુણ કૌભાંડ મામલે ભીનું સંકેલવાના આક્ષેપો વચ્ચે આ અગાઉ પણ યુનિવર્સિટી કુલપતિને સાડી, બંગડી અર્પણ કરી તેઓની ચેમ્બરને તાળા બંધી કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હોવાનું એનએસયુઆઈ પ્રમુખ દાદુસિંગ ઠાકોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...