તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વિધાર્થીઓનાં મેરીટ બેઝ પોગ્રેશનની માંગ સાથે પાટણ યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું

પાટણ10 દિવસ પહેલા
  • યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોનાં મોટી સંખ્યામાં વિધાર્થીએ સુત્રોચ્ચાર સાથે કુલપતિને રજૂઆત કરી

પાટણ NSUI દ્વારા વિદ્યાર્થીઓના મેરીટ બેઝ પ્રોગ્રેશનની માંગને લઈ મંગળવારના રોજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન સાથે કુલપતિને રજુઆત કરી વિધાર્થી હિતમાં નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી. પાટણ NSUI દ્વારા વિધાર્થીઓનાં પ્રશ્નોને લઈને આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોનાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઇને યુનિ ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિધાર્થીઓ દ્વારા આ મામલે કરાયેલી અગાઉની રજૂઆત છતાં યુનિવર્સિટી કુલપતિ દ્વારા કોઈ નિર્ણય ન લેતા વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ રજૂઆત કરી વિધાર્થી હિતમાં નિર્ણય લેવા જણાવ્યું હતું.

NSUI અને વિધાર્થી દ્વારા પીજી સેમ -2 પરિક્ષાઓમાં મેરીટ બેઝ આપવ તેમજ પીજીડીએમએલટી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગ કરી યુનિ. દ્વારા વારંવાર નિયમોમાં કરાતા ફેરફારને લઈ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો રોષ વ્યક્ત કરી સુત્રોચ્ચાર સાથે ધરણાં પ્રદર્શન યોજી પોતાની રજૂઆત કુલપતિ સમક્ષ કરી હતી.

NSUI સહિતના વિધાર્થીઓ દ્વારા અપાયેલા આવેદનપત્ર બાબતે કુલપતિએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટી ખેડૂતના જમીન સંપાદનનાં પ્રશ્નો બાબતેની કામગીરી ચાલી રહી હોય ઉપરોક્ત રજુઆત બાબતે આગામી સપ્તાહમાં યોગ્ય નિરઃકરણ માટેની હૈયાધારણા તેઓએ આપી હતી.

યુનિવર્સિટી ખાતે મેરિટ બેઝ મામલે આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં NSUI પાટણ જિલ્લાના પ્રમુખ દાદુજી ઠાકોર, મહામંત્રી જૈમિન પટેલ, શહેર પ્રમુખ હિતેશ દેસાઈ, મહામંત્રી નિખીલ પટેલ સહિતના કાર્યકર્તાઓ અને વિધાથીર્ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...