તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • NRIs Come To Patan To Keep The Country Afloat In The Epidemic, 110 Oxygen Concentrator Machines Will Be Sent To Patan From Abroad At A Cost Of Rs 40 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન પ્રેમ:મહામારીમાં વતનને ધબકતું રાખવા NRIઓ વહારે આવ્યા, પાટણમાં વિદેશથી 40 લાખનાં ખર્ચે 110 ઓક્સિજન કોનસેન્ટ્રેટર મશીનો મોકલશે

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • USA સ્થિત પાંચગામનાં પાટીદારો વતનનાં શ્વાસનું રૂણ ચુકાવશે
 • બાલીસણા, સંડેર, મણુંદ, ભાન્ડુ અને વાલમના પાટીદારોનો વતન પ્રેમ

કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત સર્જાતા ઓક્સિજનના અભાવે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે અમેરિકાના પાચ ગામ લેઉવા પાટીદાર સંગઠન દ્વારા પાટણ તાલુકાના બાલીસણા, સંડેર, મણુદ અને વિસનગર તાલુકાના ભાન્ડુ અને વાલમ ગામ માટે અમેરિકાથી 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદવામાં આવ્યા છે. આગામી શનિવાર સુધીમાં આ ઓક્સિજન મશીન ભારતમાં આવી જશે.

મહામારીમાં ઓક્સિજન કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ મહત્વનો છે પરંતુ એક સાથે સમગ્ર દેશમાં ઓક્સિજનની માંગ ઊભી થઈ છે. જેના કારણે ઓક્સિજનની અછત સર્જાઇ છે. જેના કારણે હોસ્પિટલોમાં પણ પૂરતો ઓક્સિજન મળતો નથી ત્યારે અમેરિકામાં સ્થાયી થયેલા પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સેવાભાવી લોકો મહામારીની કપરી પરિસ્થિતિમાં વતનની વારે આવ્યા છે. તેમણે અમેરિકામાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદી લીધા છે. એક મશીનની કિંમત આશરે રૂ. 450થી 500 ડોલર થાય છે.

110 મશીનના રૂ 50,000 ડોલર ખર્ચ થયો છે, એટલે કે અંદાજે રૂ 40 લાખના ખર્ચે આ મશીન ખરીદવામાં આવ્યા છે. અને આ મશીનો અમેરિકાથી આગામી દિવસોમાં રવાના કરી દેવામાં આવશે એટલે શનિવાર સુધીમાં આવી જશે. અને ત્યારબાદ પાટણ તાલુકાના બાલીસણામાં 25, સંડેરમાં 17, મણુદમાં 17 વિસનગરના ભાન્ડુમાં 17 અને વાલમ ગામમાં 25 આપવામાં આવશે. જ્યારે નવ મશીન રિઝર્વ રખાશે.

કોરોનાના કેસો વધતાં ઊભી થયેલી ઓક્સિજન કટોકટીની જાણ થતાં વતનવાસીઓની મદદે આવ્યા

ઓક્સિજન વગર કોઈનો જીવ ન જાય તે પ્રાથમિકતા
કોરોનાનો કોઈ દર્દી ઓક્સિજનના અભાવે જીવ ન ગુમાવે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. અમેરિકા ખાતે સ્થાયી થયેલા મૂળ પાંચ ગામના સેવાભાવી લોકોએ ઓક્સિજન મશીન સિવાય પણ દવાઓ કે અન્ય કોઈ પણ જરૂર હોય તો મદદ કરવા માટેની પૂરી તૈયારી બતાવી છે. - દીક્ષિતભાઈ પટેલ, અગ્રણી મણુંદ

આ મશીન હવામાંથી શુદ્ધ ઓક્સિજન તૈયાર કરે છે
ઓક્સિજન કોન્સન્ટ્રેટરએ એવું મશીન છે જેમાં ઓક્સિજન ભરવાની જરૂર નથી, તેના બદલે મશીન પોતે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. જેથી દર્દીઓને તરત ઓક્સિજન મળી શકે. આ મશીનથી કોરોનાના દર્દીને ફાયદો થાય છે.

બાલિસણા અને મણુંદમાં કોવિડ સેન્ટર બનશે
પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું કે, સોમવારે તેમણે બાલિસણા અને મણુંદ ગામની મુલાકાત લીધી હતી. સ્થાનિક સમિતિ દ્વારા કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમની માગણી પ્રમાણે સેન્ટરમાં એમબીબીએસ ડોકટર પણ મુકવામાં આવ્યા છે. આ બંને સેન્ટર આધુનિક બનાવવાનું સમિતિનું આયોજન છે. જેમાં દવા, ડોક્ટર, ઓક્સિજન મશીન, જ્યુસ, સંગીત, યોગ સહિતની સુવિધા દર્દીઓને મળી રહે તે પ્રકારે આયોજન ચાલી રહ્યું છે. અમેરિકાથી જે ઓક્સિજન મશીન આવવાના છે તે મશીન આ કોવિડ કેર સેન્ટરમાં રાખવાનું પણ આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો