ઉત્તર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ સહિત દેશભરમાં નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નવીન શૈક્ષણિક વર્ષથી ક્રમશઃ અમલીકરણ કરાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છાત્રો મુક્ત રીતે શૈક્ષણિક કાર્ય સાથે સ્કિલ પ્રમાણે મનપસંદ કોર્સ કરી ડિગ્રી લઈ શકશે. સાથે હવે કોલેજમાં ચાલતા અભ્યાસક્રમ ત્રણ વર્ષના બદલે સળંગ ચાર વર્ષનો રહેશે.જેમાં છાત્રોને વર્ષ પ્રમાણે ડિગ્રી મળવા પાત્ર રહેશે.
જે ડિગ્રી સેમેસ્ટર પ્રમાણે નહીં પરંતુ દરેક સેમમાં મુખ્ય વિષયના 70 ટકા અને અન્ય કોર્ષ સહિતની પ્રવૃત્તિઓ આધારિત 30 ટકા મળી નક્કી કરાયેલા સ્કોર તેમના એકેડમીક એકાઉન્ટ (ક્રેડિટ)માં જમા થશે.જેના આધારિત ડિગ્રી (મેરીટ)બનશે જેથી છાત્રો હવે અધવચ્ચે અભ્યાસ છોડશે તો પણ તેમનો સમગ્ર અભ્યાસ બગડશે નહીં અને જેટલા વર્ષ તેવો અભ્યાસ કર્યો હશે તે પ્રમાણે સર્ટિ અને ડિગ્રી મળશે.
તો છાત્રને જે તે કોલેજમાં પ્રવેશ લીધો હોય ત્યાં મુખ્ય વિષયો સિવાયના મનપસંદ વિષયમાં અન્ય કોઈપણ યુનિવર્સિટીની કોલેજમાં અભ્યાસ કરી શકશે. ઉપરાંત અભ્યાસની સાથે અન્ય સ્કિલ પ્રમાણે સર્ટિફિકેટ કોર્સ તેમજ એક સાથે બે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની સ્વતંત્રતા મળશે.
આ કોષ્ટકથી સમજો એકેડમીક બેંક ઓફ ક્રેડિટ (ABC સિસ્ટમ) | |||
ક્રમ | કેટેગરી ઓફ કોર્સ | (ક્રેડિટ) 3 વર્ષ | (ક્રેડિટ) 4 વર્ષ |
1 | મુખ્ય વિષય-1 | 60 | 80 |
2 | મુખ્ય વિષય-2 | 24 | 32 |
3 | મલ્ટી ડિસ્પ્લેનરી વિષય | 9 | 9 |
4 | A.C.G | 8 | 8 |
5 | S.E.C | 9 | 9 |
6 | વેલ્યુ એડેડ કોર્સ | 06/09 | 06/08 |
7 | S.M | 02/04 | 02/04 |
8 | રિસર્ચ પ્રોજેક્ટ | 0 | 12 |
9 | વિથાઉટ રિસર્ચ | 0 | 12 |
કુલ | 120 | 160 |
AEGનું પૂરું નામ : ability enhancement courses SECનું પૂરું નામ : Skil enhancement courses S.M નું પૂરું નામ : summer intenship
અમલીકરણ માટે યુનિ.અને સરકારે યોગ્ય માળખું ઉભું કરવું પડશે
કોલેજ આચાર્ય મંડળ પ્રમુખ ડૉ.લલિત પટેલે જણાવ્યું કે હાલમાં જે શિક્ષણનીતિ છે તે બંધીયાળ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છાત્રોને સ્વતંત્ર રીતે શિક્ષણ મેળવવાની છૂટ મળશે. કોલેજો અમલીકરણ કરવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે પહેલા યુનિવર્સિટી અને સરકારે માળખું ઉભુ કરવું પડશે.કોલેજોમાં પૂરતો સ્ટાફ અન્ય યુનિવર્સિટી સાથે જોડાણ અને સ્ટ્રક્ચર પૂરું પાડવું પડશે તેમજ વહીવટી ગૂંચવણો છે તે દૂર કરવી પડશે.તો જ કોલેજો અમલીકરણ કરી શકશે નહીં તો સ્ટાફ અને સ્ટ્રક્ચર વગર શક્ય બનશે નહીં
લાભ |અધવચ્ચે અભ્યાસ છોડશો તો પણ વર્ષ પ્રમાણે ડિગ્રી મળશે.....
જૂન 2023થી અમલીકરણ શરૂ થશે
યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 રીતે યુનિવર્સિટીએ મંજૂર કરી છે. તેના અમલીકરણ માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. નવીન શૈક્ષણિક વર્ષ જૂન 2023 થી ક્રમશઃ અમલીકરણ પણ શરૂ થશે. જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર આપવાનું, વર્ષ પ્રમાણે સર્ટિ આપવા, ચાર વર્ષના યુદ્ધના પ્રોગ્રામ અંતર્ગત નવા અભ્યાસક્રમ બનાવવા માટે એકેડમીકમાં ઠરાવ અને સ્ટાફ તેમજ છાત્રો તૈયાર થાય માટે વિવિધ સેમિનાર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.