પ્રાદેશિક સાયન્સ સેન્ટર:હવે પાટણમાં રાણકી વાવ જોવા જાવ તો એક લટાર સાયન્સ સેન્ટરમાં પણ મારી આવજો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાયનાસોર ગેલેરી - Divya Bhaskar
ડાયનાસોર ગેલેરી
  • અહીં ડાયનાસોરથી લઇને લઇ માનવ ઉત્ક્રાંતિના મોડેલ જોવા મળશે

ઐતિહાસિક પાટણ શહેરમાં વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, સહસ્ત્રલિંગ સરોવર સહિતના વિરાસત સ્થળો ઉપરાંત હવે શહેરને અડીને આવેલા ચોરમારપુરામાં 10 એકરમાં 110 કરોડના ખર્ચે સરકારના સહયોગથી પાંચ ગેલેરીઓ સાથેનું પ્રાદેશિક સાયન્સ સેન્ટર તૈયાર કરાયું છે. રવિવારે ગુજરાત સ્થાપના દિને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે લોકો અને વિદ્યાર્થીઓને નિહાળવા માટે ખુલ્લું મુક્યું હતું.

સાયન્સ સેન્ટરનો મુખ્ય હેતુ શિક્ષણ સાથે મનોરંજનનો છે. જે પાટણ જ નહીં રાજ્ય માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. શાસ્ત્રીએ જણાવ્યું હતું. જ્યારે ડાયનાસોર સહિતની ગેલેરીઓ નિહાળી અભિભૂત થયેલા મુખ્યમંત્રીએ જે પણ લોકો જોશે તે ગુજરાત ટેકનોલોજીમાં ક્યાં પહોંચ્યું તે જાણી શકશે તેવો પ્રતિભાવ આપ્યો હતો.

ડાયનાસોર ગેલેરી
ડાયનાસોર ગેલેરીમાં આઉટડોર અને ઇન્ડોર એમ બે વિભાગમાં વિવિધ ડાયનાસોરનાં ઉંચા કદનાં એનિમેટેડ મોડેલ ઉભા કરાયા છે. જેમાં આઉટડોર વિભાગમાં હલન-ચલન કરી શકે તેવા 6 સહિત 10 જેટલાં મોડેલ છે. ડાયનાસોર યુગ જેમાં ટ્રાયાસિક કાળ (25.2 થી 20.1 કરોડ વર્ષ પૂર્વ), જુરાસિક કાળ (20. થી 14.5 કરોડ વર્ષ પૂર્વ) અને ક્રિટેશિયા કાળ (14.1થી 6.6 કરોડ વર્ષ પૂર્વ)ની માહિતી દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી ઉપલબ્ધ બનાવાઇ છે. આ વિભાગમાં ડાયનાસોરનાં મોડલને આઇઆર (ઇન્ફ્રારેડ) તથા એનિમેટ્રોનિક્સ સિસ્ટમથી એનિમેટેડ કરાયા છે. એટલે કે, વિઝિટર જ્યારે આ મોડલ સામે જાય ત્યારે તે આઇઆર સિગ્નલથી એક્ટીવટ થઇને હલન-ચલન કરવા લાગે. આ સિસ્ટમ દેશમાં સૌપ્રથમ છે.

હ્યુમન સાયન્સ ગેલેરી
હ્યુમન સાયન્સ ગેલેરીમાં માનવ ઉત્ક્રાંતિ અને માનવીય શરીર રચના અંગેની સંપૂર્ણ સમજ આપતી માહિતી દ્રશ્ય-શ્રાવ્ય રૂપે ઉપલબ્ધ બનાવાઇ છે. જેમાં પૃથ્વી પર માનવજીવન અને વાનરમાંથી માનવ બનવાની સફર અને શરીર રચના તથા પાષાણયુગ પર્યાવરણ સહિતની રસપ્રદ અને ઇન્ફરમેટિવ માહિતી મુલાકાતીઓને શરીર વિજ્ઞાનની સમજ મળશે.

હાઈડ્રોપોનિક્સ ગેલેરી
હાઈડ્રોપોનિક્સ ગેલેરીમાં મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને આધુનિક ખેતીની સમજ આપીને કૃષિ ક્ષેત્રે સાંકળવાનો છે. આ ગેલેરીમાં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા ઓછામાં ઓછી જગ્યામાં જરૂર મુજબની ખેતી કેવી રીતે થઇ શકે તેની જાણકારી અપાઇ છે. આ માટે ગેલેરીમાં જ હાઈડ્રોપોનિક ફાર્મ ઊભું કરાયું છે.

નોબેલ પ્રાઇઝ ગેલેરી
​​​​​​​નોબેલ પ્રાઇઝ ગેલેરી રસાયણશાસ્ત્ર (કેમેસ્ટ્રી) ક્ષેત્રે વર્ષ 2009 સુધીનાં નોબેલ પારિતોષિક વિજેતાઓને સમર્પિત કરાઇ છે. જેમાં ભારતીય વિજ્ઞાની વેંકી રામક્રિષ્ણન સહિત કુલ 176 નોબેલ વિજેતાઓની માહિતી રજૂ કરવામાં આવી છે.

ઓપ્ટિક્સ ગેલેરી
​​​​​​​ઓપ્ટિક્સ ગેલેરીમાં પ્રકાશ પાછળનું વિજ્ઞાન અને તેની ક્રિયા-પ્રતિક્રિયા તેમજ પ્રકાશ આધારિત વિવિધ સાધનો પ્રદર્શિત કર્યા છે. આ ગેલેરીમાં છાત્રો કે મુલાકાતીઓ પોતાના હાથે વિવિધ પ્રવૃતિઓ કરીને પ્રકાશનાં અદભુત વિજ્ઞાન અંગે જાણકારી મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...