પાટણમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નિરીક્ષક તરીકે ફરજ પર હાજર ના થઈ કામગીરીમાં બેદરકારી દાખવતાં 3 શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી માટે કારણ દર્શક નોટિસ આપી છે. પાટણ એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલમાં ખંડ નિરીક્ષક તરીકે બોરસણ પ્રાથમિક શાળાના શિક્ષક ભાવનાબેન રાવલ, ખીમિયાણા પ્રાથમિક શાળાના ઉચ્ચ શિક્ષક પરેશભાઈ પટેલ, મહેમદપુર પ્રાથમિક શાળાના શિક્ષક યોગીતાબેન પટેલને કામગીરીમાં જવા માટે આદેશ કરેલ હોવા છતાં સંસ્થા દ્વારા તેમનો સંપર્ક કરતાં કામગીરી કરવાની ના પાડેલ તથા ફોન કે મેસેજનો ઉત્તર આપેલ ના હોય જે બાબતે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જાણ કરવા છતાં ફરજ ઉપર હાજર થયેલ ના હોય અને એમને કોઈ અન્ય વ્યવસ્થા પણ કરી ન હતી. શિક્ષકની ફરજો બજાવવામાં બેદરકારી દાખવેલ હોય શિક્ષણ વિભાગના ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997 મુજબની કાર્યવાહી કરવા માટે દરખાસ્ત શા માટે ના કરવી માટે ત્રણેય શિક્ષકોને 7 દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા માટે નોટિસ આપી છે.તેમ તાલુકા શિક્ષણ અધિકારી પરમાભાઈ નાડોદાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.