જગ્યા ખાલી કરવા નોટિસ:પાટણ નગરપાલિકાની જગ્યા પર મંજૂરી વગર તંબુ તાણી ધંધો કરતા વેપારીઓને જગ્યા ખાલી કરવા નોટિસ અપાઇ

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જગ્યાં ખાલી થયાં બાદ નગરપાલિકાના નીતિ નિયમોને આધીન જાહેર હરાજી કરાશે

પાટણ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં આજે નગરપાલિકાની આનંદ સરોવર નજીકની ખુલ્લી જગ્યાઓની હરાજીને લઇ કારોબારી બેઠક મળી હતી. જેમાં ચેરમેન સહિતના સભ્યોની વિચાર-વિમર્શ બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં આનંદ સરોવર નજીક નગરપાલિકાની પરમીશન વિના તંબુ બાંધી ગરમ કપડાનું વેચાણ કરતા વેપારીઓને જગ્યા ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી. જગ્યાં ખાલી થયાં બાદ ઉપરોક્ત જગ્યાની નગરપાલિકાના નીતિ નિયમોને આધીન રહી જાહેર હરાજી કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુ.

પાટણ નગરપાલિકા સંચાલિત શહેરના આનંદ સરોવર નજીકની હંગામી જગ્યાઓ ઉપર ગરમ કપડાનું વેચાણ કરતા કેટલાક વેપારીઓએ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના ધંધો ચાલુ કરી દીધો છે. આ બાબતની જાણકારી નગરપાલિકાના સત્તાધીશોને થતા આજે જગ્યા ખાલી કરવા વેપારીઓને નોટિસ આપી હતી. તાત્કાલિક ધોરણે તંબુ દૂર કરી નગરપાલિકાની હંગામી જગ્યાઓ ખાલી કર્યા બાદ તેની માપ આધારીત જગ્યાઓની જાહેર હરાજી કરાશે. આવું પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...