તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાટણ વોર્ડ નં-8:પુરતા પ્રમાણમાં પાણી ન મળતાં નગરસેવકે બોર અને ટાંકી બનાવવા રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી

પાટણ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
આગણવાડી સામે જ ગાયોનો જમાવડો - Divya Bhaskar
આગણવાડી સામે જ ગાયોનો જમાવડો
 • નિયમિત સફાઈનો અભાવ, ગટરો અને શોષ કૂવા ઉભરાય છે, રખડતા ઢોરથી પરેશાની

પાટણ શહેરના કૃષ્ણ, નિલમ સીનેમા વોર્ડ વિસ્તાર તરીકે ઓળખાતા વોર્ડ નંબર આઠમાં મોટાભાગના વિસ્તારો ગીચતા અને સાંકડા રહેણાક વિસ્તાર ધરાવતા હોવાથી લોકોને મોકળાશ મળતી નથી. મહોલ્લા, પોળો અને શેરીઓમાં સફાઈ, પાણી, ભૂગર્ભ ગટર, સોસ કૂવા ઉભરાવા, રખડતા ઢોર જેવી સમસ્યાઓ રોજબરોજ સામનો કરવો પડે છે. નગરપાલિકાની સફાઈ જેવી સેવા પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવી ફરિયાદ લોકોએ વ્યક્ત કરી હતી. આ વોર્ડમાં મોટેભાગે મહોલ્લા અને પોળો જેવા જુના વિસ્તારો આવેલા છે જેમાં રસ્તાઓ સાંકડા અને વળાંક વાળા હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે.

સાંકડા રસ્તા ઉપર બંને બાજુ મકાનો હોય છે એટલે ઘરની બહાર નીકળતા પણ સંભાળવું પડે છે. જુનવાણી વિસ્તારોમા સુઘડતા ઓછી અને ગંદકી ભર્યો માહોલ વધારે રહે છે. જોકે સાંકડા રસ્તાનો અને રહેણાંકોનો બીજો કોઈ વિકલ્પ નથી એટલે લોકો ટેવાઈ રહ્યા છે. પાણી પ્રેશરથી મળતું નથી જે મોટી સમસ્યા છે. અને તેનો હલ વર્ષો પછી પણ આવ્યો નથી. આવી અનેક સમસ્યાઓથી રહિશો પરેશાન છે.

ખાન સરોવર જતા રોડ ઉપર આંગણવાડી આવેલી છે. પરંતુ તેની બિલકુલ સામે જ ખુલ્લી જગ્યામાં ગંદકી થાય છે. અને ગાયોનો જમાવડો સતત ચાલુ રહે છે. જ્યારે જોવો ત્યારે 15 ,20 ,25 જેટલી ગાયો અહીં હોય છે. જેને લીધે આંગણવાડીમાં આવતાં બાળકોને ખૂબ જ સાચવવા પડે છે. રાહદારીઓને પણ ડર રહે છે તેમ હિનાબાનુ શેખે જણાવ્યું હતું.

2015માં 64.65 ટકા મતદાન થયું હતું
2015માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 64 .65 ટકા મતદાન થયું હતું. જેમાં 67 .10 ટકા પુરુષ અને 62 .12 ટકા સ્ત્રી મતદાન થયું હતું. ચાલુ સાલે યોજાનારી ચૂંટણીમાં 11798 મતદારો નોંધાયેલા છે. જેમાં 6042 પુરુષ અને 5756 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

બેઠકનો પ્રકાર
પ્રથમ બે બેઠકો સામાન્ય મહિલા માટે અનામત છે, જ્યારે ત્રીજી અને ચોથી બેઠક સામાન્ય કેટેગરીમાં બિન અનામત છે.

વોર્ડ વિસ્તાર
મદારશાથી ચતુર્ભુજ બાગ સુધી જમણા હાથ તરફના મુખ્ય બજાર, ઝવેરી બજાર, જુના ગંજ, નીલમ સિનેમા, કૃષ્ણ સિનેમા, કાજી વાળો, પિંજર કોટ, પિંડારિયા વાળો, નાગર વાળો, સોની વાળો, રસાણીયા વાળો, લોટેશ્વર મહાદેવ, મોટી ભાટિયા વાડ, નાની મોટી ગોલવાડ, નંદાપુરાની ખડકી

મળ ઉભરાઈને બહાર આવી જાય છે
શહેરના મોટી ભાટિયા વાળમાં આવેલ કુંભારની શેરીમાં રહેતા અલ્પેશભાઈ ભાટિયાના જણાવ્યા મુજબ અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાના ઠેકાણા નથી અને વારંવાર મળ ભરાઈને ઉભરાઈને રોડ ઉપર આવી જાય છે. જેને લીધે ત્રાસદાયક સ્થિતિ ઉભી થાય છે. નગરપાલિકામાં જાણ કરીએ તો પણ સફાઈ કામદાર જલ્દી આવતા નથી. સાફ-સફાઇ નિયમિત થતી નથી. લગભગ વિસ્તારોમાં આવી સમસ્યા રોજબરોજ સર્જાય છે.

પાણી અને વિજળી પૂરતા મળતા નથી
પાટણ શહેરના વોર્ડ નંબર આઠ વિસ્તારમાં પાણીનો ફોર્સ ઓછો મળવો અને વિદ્યુતનો ઉનાળામાં વોલ્ટેજ ઓછા મળવાની સમસ્યા છે જેને લીધે લોકોને તકલીફ પડી રહી છે. રજૂઆત કરવામાં આવે છે પરંતુ હલ આવતો નથી તેમ બાબુના બંગલા વિસ્તારના રહીશે જણાવ્યું હતું. કોર્પોરેટર ભરત ભાટિયા જણાવે છે કે ઘણી રજૂઆતો કર્યા પછી પણ કાજીવાડામાં બોર અને ટાંકી ન બનતા અને પાણી સપ્લાયનું વિભાજન ન કરતા પાણીની સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો