કોરોનાઅપડેટ:પાટણ જિલ્લામાં નવ મહિનામાં કોરોનાનો નવો એક પણ કેસ નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 15 દિવસમાં 23,729 લોકોના સેમ્પલ લેવાયા, એક પણ પોઝિટિવ નહીં

પાટણ શહેર સહિત જિલ્લામાં ઘાતક બીજી લહેરનો અંત આવતા આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબા સમયથી જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે આ નવા માસમાં પણ 15 દિવસમાં જ 23 હજારથી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હોવા છતાં એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કોરોના વાયરસની ઘાતક અસરને લઈ 14 માસના સમય ગાળામાં 10,661 કેસો નોંધાઈ ચૂક્યા હતા.

પરંતુ રસીકરણ, આરોગ્ય વિભાગની કામગીરી, લોકજાગૃતિ અને વાતાવરણને લઇ કોરોનાની અસર દિનપ્રતિદિન ઘટતા કોરોના વાયરસ જિલ્લામાંથી છૂમંતર થઈ ગયો હોય તે રીતે છેલ્લા ત્રણ મહિનાથી નવો કેસ જિલ્લામાં નોંધાયો નથી. છતાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વધુમાં વધુ લોકોના ટેસ્ટ થાય તે માટે ટિમો કાર્ય કરી રહી છે. રોજ સરેરાશ 1000થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. નવા સપ્ટેમ્બર માસમાં 15 દિવસમાં જ જિલ્લામાં નવા 23729 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છતાં નવો એક પણ કેસ નોંધાયો નથી. જેથી જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલ હાલમાં ખાલી પડી હોય તંત્ર ચિંતાહીન અને લોકોમાંથી કોરોનાનો ભય દૂર થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...