• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Not A Single Form Has Been Filled For The By elections Of Two Municipalities And Two Taluka Panchayats Of Patan District

પેટા ચૂંટણી:પાટણ જિલ્લાની બે નગરપાલિકા અને બે  તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે હજુ સુધી એક પણ ફોર્મ નથી ભરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાની 2 અને તાલુકા પંચાયતની 2 મળી કુલ 4 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે ઉમેદવારીપત્રો ભરવાના ફક્ત ત્રણ દિવસ બાકી રહેવા છતાં હજી સુધી કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારીપત્રો ભરવાના ત્રણ દિવસ બાકી છે, પરંતુ હજુ સુધી એક પણ ઉમેદવારે પોતાનું ફોર્મ રજૂ કર્યું નથી.

ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી 13 સપ્ટેમ્બરથી શરૂ થઈરાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેના ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી એકપણ ઉમેદવારે પોતાનું ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું નથી.

3 ઓક્ટોબરના રોજ રવિવારે મતદાનઉમેદવારી ફોર્મ રજુ કરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર છે. જ્યારે ફોર્મની ચકાસણી 20 સપ્ટેમ્બરના રોજ થશે, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 21 સપ્ટેમ્બર છે અને જો મતદાન કરવાનું થાય તો 3 ઓક્ટોબરના રોજ રવિવાર સવારના 7 વાગ્યાથી સાંજના 06:00 સુધી મતદાન થશે. જ્યારે 5 ઓક્ટોબરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ પાટણ જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું .

પાટણ જિલ્લામાં ક્યાં પેટા ચૂંટણી યોજાશે?

નગર પાલિકા વોર્ડ નં બેઠકની સંખ્યાં

રાધનપુર 7 1

ચાણસ્માં 5 1

તાલુકા પંચાયત બેઠક

રાધનપુર 5, ચલવાડા

હારીજ 12, સાંકરા

અન્ય સમાચારો પણ છે...