તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે એકપણ કોરોનાનો કેસ નહીં, 4 દર્દીઓ ડીસ્ચાર્જ થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કોરોનાના કારણે 109 લોકોના મોત

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસ કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે મંગળવારે કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતાં તંત્ર અને જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.તો 4 દર્દીઓ સ્વસ્થ થયા હતા .જોકે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગ એ જણાવ્યું હતું .

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે .ત્યારે આજે મંગળવારે પણ એક પણ નવો કેસ ના નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે .

હાલમાં 01 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે .તો 906 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે . તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...