તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહીં, 10 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • જિલ્લામાં આજે એક પણ કેસ ન નોંધાતાં જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10 હજાર 654 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ નાબુદ થવાના આરે છે. કોરોનાએ બીજી લહેરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે તે ખૂદ હારી રહ્યો છે. આજે જિલ્લામાં એક પણ કેસ સામે ન આવતાં જિલ્લાવાસીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે આજે 10 સંક્રમિત દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

પાટણ જિલ્લામાં ગુરુવારે કોરોનાનો એક પણ કેસ ન નોંધતા જિલ્લાવાસીઓએ રાહત અનુભવી હતી. જ્યારે જિલ્લામાં કોરોનાનો કુલ આંક 10 હજાર 654 પર પહોંચ્યો છે. તો 10 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. તો કુલ 108 લોકોનાં મોત નિપજયાં છે. જ્યારે 29 દદીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. 1238 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...